🔥 ट्रेंडिंग मोतिहारी में मंदिर में हुई चोरी का खुल... NTPC और BGR कंपनी की मनमानी के खिलाफ स... सातारा परिसरात महावितरण पथकावर हल्ला,... ઇડર-ખેડબ્રહ્મા રોડ પર મુસાફરોને મુસાફર... અમરેલી જિલ્લાના બાગાયત ખેડૂતોને નવી યો... Rajkot Railway Police e ₹14.53 Lakh nu...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરતના ડીંડોલીમાં ૯ બોગસ તબીબો પર SOG અને આરોગ્ય વિભાગે મેગા રેડ

✍️ रिपोर्टर: Hariom Borse 🗓 05 नव. 2026, 09:37 AM 👁 20
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના ડીંડોલીમાં ડિગ્રી વગરના ૯ તબીબોને સુરત SOG અને આરોગ્ય વિભાગે સંયુક્ત ઓપરેશનમાં ઝડપી પાડ્યા, જેમાં ₹95,000 થી વધુ કિંમતની દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત થયા.

સુરતના ડીંડોલી વિસ્તારમાં ડિગ્રી વગર ગેરકાયદેસર ક્લિનિક ચલાવતા ૯ બોગસ તબીબોને સુરત SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે સંયુક્ત ઓપરેશન કરીને ઝડપી પાડ્યા છે. આરોગ્ય વિભાગે ડમી પેશન્ટ મોકલીને ચોક્કસ તપાસ કરી હતી, અને તપાસમાં ભોપાળું બહાર આવતા જ મેગા રેડ પાડવામાં આવી હતી.

તપાસમાં જાણવા મળ્યું કે કેટલાક તબીબો માત્ર ૧૨ પાસ ધરાવતા હતા, કેટલાકે ઇલેક્ટ્રોપેથીનો અભ્યાસ કર્યો હતો, અને કેટલાકે અગાઉ કમ્પાઉન્ડર અથવા નર્સ તરીકે કામ કર્યું હતું. તેઓ પોતાને “ડોક્ટર” કહીને દર્દીઓને ખોટી સારવાર અને દવાઓ આપી રહ્યા હતા.

ક્લિનિકમાંથી ₹૯૫,૦૦૦ થી વધુ કિંમતની દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કરવામાં આવ્યા, અને ડીંડોલી પોલીસ સ્ટેશનમાં તમામ ૯ બોગસ તબીબો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ મેગા ઓપરેશનથી સમગ્ર સુરતના બોગસ તબીબોમાં ભારે ફફડાટ અને ધ્રુજારી વ્યાપી ગઈ છે, અને લોકોમાં આવા નકલી તબીબોથી બચવા માટે જાગૃતિ ફેલાઈ રહી છે.
📲Get App