🔥 TRENDING मजेस्टिक रोड తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో ప్రథమ... મહુવામાં વન વિભાગની મોટી રેડ వర్షపు నీటిలో ఓటర్లు: జడ్పీ హైస్కూల్‌ల... સાબરકાંઠા જિલ્લામાં દિવાળી તહેવાર દરમિ... Preacher Kali Sarkar Detained Over Dec...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લાના બાગાયત ખેડૂતોને નવી યોજનાઓનો લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઈન અરજી કરવા અનુરોધ*

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 05 Nov 2026, 10:08 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*અમરેલી જિલ્લાના બાગાયત ખેડૂતોને નવી યોજનાઓનો લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઈન અરજી કરવા અનુરોધ*
*૦૦૦૦૦૦*
*બાગાયતી યોજનાઓનો લાભ મેળવવા તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે*
*૦૦૦૦૦૦*

*અમરેલી, તા. ૦૪ નવેમ્બર, ૨૦૨૬ :* અમરેલી જિલ્લાના બાગાયત ખાતા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયતી પાકોના વાવેતર વિસ્તાર વધારવા, રાઈઝોમેટિક (આદુ, હળદર) પાકોને પ્રોત્સાહન આપવા તથા ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા જેવી વિવિધ યોજનાઓ મંજૂર કરવામાં આવી છે. આ યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોને નવીન ‘આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦’ મારફતે તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરવા અનુરોધ કરવામાં આવે છે.

લાભ મેળવવા ઇચ્છુક બાગાયત ખેડૂતોએ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭થી નવીન આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી કરાવનાર તેમજ નવા નોંધણી કરાવનારા ખેડૂતોએ આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરાવવાનું રહેશે. ત્યારબાદ જ તેઓ ઓનલાઈન અરજી કરી શકશે.

અરજીમાં જણાવ્યા મુજબના જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અરજી કન્ફર્મ કર્યા બાદ તેની પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે રાખવાની રહેશે.

યોજનાની મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમિટ કરતી વખતે જરૂરી સાધનિક પુરાવા સાથે અરજીની નકલ રજૂ કરવાની રહેશે.

વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલીનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
📲Get App