🔥 TRENDING वाराणसी में यूजीसी के विरोध में छात्रो... उन्नाव में मूसलाधार बारिश से जनजीवन अस... LPU Students Protest Against Administr... User Searches for 'deescalatetensions'... TribuneIndia.com Users Search for "Jij... Dr Shiny Devassy featured in Tribune I...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જૂનાગઢ SOGએ ગેરકાયદેસર માદક પદાર્થોના વેચાણ પર અટકાયત: બે આરોપીઓ મધ્યસ્થ જેલમાં

✍️ Reporter: Sudip Gadhiya 🗓 21 Sep 2026, 11:35 AM 👁 46
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ગેરકાયદેસર માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી પર અંકુશ લાવવા માટે બે આરોપીઓને PIT NDPS એક્ટ હેઠળ અટકાયત કરી અને તેમને મધ્યસ્થ જેલ અમદાવાદ અને વડોદરામાં હવાલે કરાયા.

જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ગેરકાયદેસર માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી પર અંકુશ લાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ NDPS કેસમાં પકડાયેલા બે આરોપીઓ સામે PIT NDPS એક્ટ-૧૯૮૮ હેઠળ દરખાસ્ત તૈયાર કરી અટકાયતી હુકમ મેળવવામાં આવ્યા છે.

અટકાયત કરાયેલ આરોપીઓ:
૧. અબ્દુલ ઉર્ફે યાસીન ઉર્ફે કાલીયો ઉર્ફે બકરાવાળો ગુલામહુશેન શેખ (ઉંમર 56, રહે. જૂનાગઢ)
૨. સમીર ઉર્ફે છોટુ ઈકબાલખાન અશરફખાન યુસુફઝઇ (ઉંમર 20, રહે. જૂનાગઢ)

અબ્દુલ ઉર્ફે યાસીન: જૂનાગઢ શહેર 'એ' ડીવિઝન, જૂનાગઢ તાલુક અને પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ તથા GP એક્ટ હેઠળ ૧૫૩ મુજબ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. સમીર ઉર્ફે છોટુ: જૂનાગઢ 'બી' ડીવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ, GP એક્ટ તેમજ IPC ની કલમ 307, 323 સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

પોલીસ મહાનિરીક્ષકશ્રી અને જૂનાગઢ પોલીસ અધિક્ષકશ્રી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ SOG PI પી.કે.ચાવડા તથા તેમની ટીમ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવી છે. બંને આરોપીઓને મધ્યસ્થ જેલ અમદાવાદ અને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
📲Get App