🔥 TRENDING Breaking news - लखनऊ में श्री राम जन्म... બ્રેકિંગ ન્યૂઝ બેંકોની 2 દિવસીય હડતાલ... अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... Search Surge for 'Brampton Theft' Capt... Last-Minute Deal Saves India from 3-Da... Indian Banks Closed Amid September 28-...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહેસાણા SOG દ્વારા દેશી બંદૂક ધરાવતા ઇસમને ગણેશપુરા ગામમાં પકડ્યો
Crime

મહેસાણા SOG દ્વારા દેશી બંદૂક ધરાવતા ઇસમને ગણેશપુરા ગામમાં પકડ્યો

✍️ Reporter: Hanifbhai mahammadbhai jadav 🗓 08 Sep 2026, 07:00 PM 👁 239
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) એ નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારના ગણેશપુરા ગામમાં દેશી હાથ બનાવટની બંદૂક ધરાવતા ઇસમને પકડ્યો.

મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ ગેરકાયદેસર હથિયારો ધરાવતા ઇસમો પર કડક નજર રાખવા માટે આપવામાં આવેલી સૂચનાઓ મુજબ મહેસાણા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) ને મોટી સફળતા મળી છે. નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારના ગણેશપુરા ગામની સીમમાંથી દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે.

મહેસાણા SOG ના પોલીસ ઇન્સ્પેક્ટર વાય. એ. પરમારના માર્ગદર્શન હેઠળ PSI એમ.ડી. ડાભી, હેડ કોન્સ્ટેબલ અરવિંદકુમાર, હેડ કોન્સ્ટેબલ લાલજી પ્રધાનજી તેમજ પોલીસ સ્ટાફના માણસો નંદાસણ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અરવિંદકુમાર અને હેડ કોન્સ્ટેબલ લાલજીને સંયુક્ત રીતે ગુપ્ત બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને ગણેશપુરા ગામની સીમમાં આવેલી ઝાડી-ઝાંકરામાં દરોડો પાડ્યો હતો.

રેઇડ દરમિયાન ઝાડીઓમાંથી સલીમભાઇ કેશરભાઇ સીંધી (રહે. લશ્કરીકુવા, તા.જિ. મહેસાણા) નામના ઇસમને વગર પાસ-પરમિટની એક દેશી હાથ બનાવટની એક નાળી બંદૂક (અગ્નિશસ્ત્ર - કિંમત રૂ. ૨,૫૦૦/-) સાથે ગેરકાયદેસર રીતે રાખી મળી આવ્યો હતો. પોલીસે ગેરકાયદેસર હથિયાર કબ્જે કરી, આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નંદાસણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવા તજવીજ કરી છે.
📲Get App