🔥 ट्रेंडिंग गुजरात में तीन माता-पिता पर बच्चों की... गुजरात जेल में ब bomb धमकी, सुरक्षा जा... మందపల్లి వద్ద ఇసుక ట్రాక్టర్ పట్టివేత: बिस्तर पर पड़े माँ की हत्या, शरीर ड्रम... मन ने डोंबिवली में दोस्त की हत्या कबूल... मुंबई क्राइम ब्रांच ने टाइगर शॉफ़ की ग...
04 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે SD Pay એપ દ્વારા રૂ. 1,211 કરોડની ઠગાઈનો પર્દાફાશ, 12 આરોપીઓ ઝડપાયા

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 04 नव. 2026, 12:22 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે SD Pay અને Apna Pay નામની ડિજિટલ વોલેટ એપ દ્વારા દેશભરમાં રૂ. 1,211 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં 6.52 લાખ લોકો શિકાર બન્યા હતા અને 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

અમરેલી: ડિજિટલ ઈન્ડિયાના નામે ચાલતા સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે કર્યો છે. SD Pay અને Apna Pay નામની ડિજિટલ વોલેટ એપના નામે દેશભરના લાખો લોકો સાથે કરોડોની છેતરપિંડી આચરવામાં આવી છે. મુખ્ય આરોપી ધવલ પટેલ દ્વારા 2024માં આ એપ લોન્ચ કરવામાં આવી હતી. શરૂઆતમાં બિલ પેમેન્ટ અને રિચાર્જ સરળતાથી થશે તેવું કહી લોકોને જોડવામાં આવ્યા, ત્યારબાદ વધુ કમિશન અને રિટર્નની લાલચ આપી 15 લેવલની MLM ચેઈન બનાવવામાં આવી હતી.

અમરેલી SIT ની તપાસમાં સામે આવ્યું છે કે 6,52,831 બેંક એકાઉન્ટ દ્વારા કુલ રૂ. 1,211 કરોડનો વ્યવહાર થયો છે. માત્ર અમરેલી પોલીસમાં જ 876 ફરિયાદીઓએ રૂ. 37.42 કરોડ ગુમાવ્યાની ફરિયાદ નોંધાવી છે. તપાસ દરમિયાન 17 અલગ અલગ બેંક ખાતાઓમાંથી 1,060 કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળ્યા છે.

અમરેલી SP ની સૂચના હેઠળ સાયબર ક્રાઈમની ટીમે અત્યાર સુધીમાં દેશના 4 રાજ્યોમાં 18 FIR નોંધી છે. આ કેસમાં મુખ્ય સૂત્રધાર ધવલ પટેલ, નરેન્દ્ર સોલંકી સહિત 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપી સંતોષ પાઠકે એકલાએ લગભગ 1 લાખ રોકાણકારોને આ સ્કીમમાં જોડ્યા હતા.

પોલીસે લોકોને અપીલ કરી છે કે જો તમારા મોબાઈલમાં SD Pay કે Apna Pay એપ હોય તો તાત્કાલિક ડિલીટ કરી દો અને નજીકના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો.
📲Get App