🔥 TRENDING चलते ऑटो से कूदी छात्रा, विरोध पर चालक... அரசு ஆண்கள் மேல்நிலைப்பள்ளியில், 1993... Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજનીતિ

રાજનીતિ

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 05 Aug 2026, 10:54 PM 👁 79
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજનીતિ

દેવગઢ બારિયા: વોર્ડ નં. 2માં ભૂગર્ભ ગટર કામગીરી બાદ રસ્તો બિસ્માર, સ્થાનિકોમાં રોષ

દેવગઢ બારિયા, પ્રતિનિધિ: દેવગઢ બારિયા નગરપાલિકાના વોર્ડ નંબર–2માં મુખ્ય માર્ગથી પીંજારા ફળિયા સુધી ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયા બાદ રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. ગટર લાઇન નાખવા માટે ખોદવામાં આવેલા રસ્તાનું યોગ્ય રીતે પુનઃસ્થાપન ન થતાં અનેક સ્થળોએ મોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તા પર માત્ર ઉપરછલ્લું મટીરિયલ નાખવામાં આવ્યું હતું. થોડા જ સમયમાં રસ્તો ફરી ધસી જતાં મોટા ખાડાઓ સર્જાયા છે. પરિણામે શાળાએ જતા વિદ્યાર્થીઓ, બાઈકચાલકો, વૃદ્ધો તેમજ રાહદારીઓ માટે અકસ્માતનો ભય વધ્યો છે.

સ્થાનિક નાગરિકોએ નગરપાલિકાની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાય છે અને કાયમી ઉકેલના બદલે કામચલાઉ સમારકામ કરવામાં આવે છે. જેના કારણે જાહેર નાણાંનો વ્યય થવાની સાથે લોકોને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

રહિશોએ નગરપાલિકાને સમગ્ર રસ્તાનું ગુણવત્તાયુક્ત અને કાયમી પુનઃનિર્માણ કરવાની માંગ કરી છે. તેઓનું કહેવું છે કે માત્ર ખાડાઓમાં મટીરિયલ નાખીને ઔપચારિકતા પૂર્ણ કરવાને બદલે લાંબા ગાળાનો ઉકેલ લાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવી સમસ્યા ફરી ઊભી ન થાય.

હાલ સ્થાનિકોમાં એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે નગરપાલિકા આ ગંભીર સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવશે કે પછી લોકો બિસ્માર રસ્તા પર જ અવરજવર કરવા મજબૂર રહેશે.
📲Get App