🔥 ट्रेंडिंग धर्मेश कांत ने बैंक, खनन और AI में निव... चुम्बक पार्ट 2 की OTT रिलीज़ डेट घोषित... रेसिडेंट ईविल का दिन 8 पर 61.64% की गि... मिर्ज़ापुर – द मूवी ने दिन 23 को 91.18... ਐਮ-ਸੇਵਾ ਪੋਰਟਲ ਦੀ ਸਮੱਸਿਆ ਕਾਰਨ ਐਨਓਸੀ ਤੇ... हरियाणा ने प्रदूषण पर करोड़ों का जुर्म...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
🚨 બ્રેકિંગ ન્યૂઝ | રાવલી–પાડગોલ મુખ્ય માર્ગ પર બેદરકારીનો ભોગ બન્યો નવો રસ્તો!
स्थानीय

🚨 બ્રેકિંગ ન્યૂઝ | રાવલી–પાડગોલ મુખ્ય માર્ગ પર બેદરકારીનો ભોગ બન્યો નવો રસ્તો!

✍️ रिपोर्टर: Samir Malek 🗓 05 अग. 2026, 03:58 PM 👁 80
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાવલીથી પાડગોલને જોડતો ખેડૂતો તેમજ સ્થાનિક લોકો માટેનો મુખ્ય માર્ગ ટૂંકા સમયમાં જ બિસ્માર હાલતમાં ફેરવાયો છે. તાજેતરમાં બનાવવામાં આવેલા માર્ગ પરનો પુલ/કલ્વર્ટ ધસી પડતા વાહનચાલકો અન

🚨 બ્રેકિંગ ન્યૂઝ | રાવલી–પાડગોલ મુખ્ય માર્ગ પર બેદરકારીનો ભોગ બન્યો નવો રસ્તો!

રાવલીથી પાડગોલને જોડતો ખેડૂતો તેમજ સ્થાનિક લોકો માટેનો મુખ્ય માર્ગ ટૂંકા સમયમાં જ બિસ્માર હાલતમાં ફેરવાયો છે. તાજેતરમાં બનાવવામાં આવેલા માર્ગ પરનો પુલ/કલ્વર્ટ ધસી પડતા વાહનચાલકો અને ખેડૂતો માટે અવરજવર જોખમી બની ગઈ છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, રસ્તાના નિર્માણમાં ઓછી ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ અને બાંધકામમાં થયેલી બેદરકારીના કારણે માર્ગનું નુકસાન થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદી માહોલ વચ્ચે રસ્તો ધસી પડતા અકસ્માતની શક્યતા પણ વધી ગઈ છે.

ખેડૂતોને પોતાના ખેતરો સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર તંત્ર સામે યોગ્ય તપાસ કરીને દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

સ્થાનિકોની મુખ્ય માંગણીઓ:

માર્ગ અને પુલના કામની ઉચ્ચ સ્તરીય તકનિકી તપાસ કરવામાં આવે.

જો ગુણવત્તામાં ખામી સાબિત થાય તો જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

ખેડૂતો અને વાહનચાલકોની સુરક્ષા માટે તાત્કાલિક માર્ગનું સમારકામ કરવામાં આવે.


📍સ્થળ: રાવલી – પાડગોલ મુખ્ય માર્ગ, પેટલાદ તાલુકો, આણંદ જિલ્લો

રિપોર્ટર: સમીર મલેક
📲Get App