🔥 TRENDING Dengue Fever Evolves: New Symptoms, Pa... जैथरा में आज होगा कंस वध मेले का आयोजन Gujarat Launches Homestay Initiative i... Black-Headed Caterpillars Threaten Coc... India's High Courts Define Scope of Co... BJP leader dies from electrocution aft...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઝરીયા ગામે નદીમાં ફસાયેલા યુવકનું સફળ રેસ્ક્યુ

ઝરીયા ગામે નદીમાં ફસાયેલા યુવકનું સફળ રેસ્ક્યુ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 31 Jul 2026, 09:01 AM 👁 114
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ઝરીયા ગામે આજે નદીમાં એક યુવાન ફસાઈ જતાં થોડા સમય માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી. તડવી શશીકાંતભાઈ રમેશભાઈ, ઉંમર 22 વર્ષ, નદીના પાણીમાં ફસાઈ ગયા હોવાની જાણ થતાં તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.
ઘટનાની જાણ થતાં સરપંચશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. સંયુક્ત પ્રયાસોથી યુવાનનું સફળતાપૂર્વક નદીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજા થઈ નથી અને યુવાન સંપૂર્ણપણે સુરક્ષિત છે. હાલ નદીમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. તેમ છતાં તંત્રએ લોકોને વરસાદી મોસમ દરમિયાન નદી અને પાણીવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને જોખમ ન લેવા અપીલ કરી છે.
📲Get App