🔥 TRENDING ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ ગાજાનો જથ્થો ૦૫ કિલો ૩૩૩ ગ્રામ કિ.રૂ.૨,૬૬,૬૫૦/-

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ ગાજાનો જથ્થો ૦૫ કિલો ૩૩૩ ગ્રામ કિ.રૂ.૨,૬૬,૬૫૦/-

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 30 Jul 2026, 12:42 PM 👁 83
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ ગાજાનો જથ્થો ૦૫ કિલો ૩૩૩ ગ્રામ કિ.રૂ.૨,૬૬,૬૫૦/- તથા આરોપી પાસેથી કબજે લીધેલ મોબાઈલ મળી કુલ કિ.રૂ.૨,૬૭,૧૫૦/-નો મુદ્દામાલ પકડી એન.ડી.પી.એસ.નો ક્વોલીટી કેશ શોધી કાઢતી ખેડબ્રહ્મા પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી વિરેન્દ્રસિંહ યાદવ IPS તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ IPS સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા " SAY NO TO DRUGS ”મિશન અંતર્ગત તથા ડ્રગ્સ મુક્ત સાબરકાંઠા સુત્રને સાર્થક કરવા નાર્કોટીક્સના પદાર્થોનું ખરીદ વેચાણ કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી કુલદીપ નાયી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સપેક્ટર ડી.વી.હડાત ખેડબ્રહ્માં પોલીસ સ્ટેશન નાઓ તથા કે.વી.વહોણીયા પોલીસ સબ ઇન્સપેક્ટર તથા સર્વેલન્સ સ્કોડના પોલીસના માણસો તા.૨૮/૦૭/૨૦૨૬ રોજ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના આ.પો.કો.સુમતીભાઈ ચંદુભાઈ બ.નં.૨૪૮ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે ખેરોજ થી ખેડબ્રહ્મા તરફ આવતા હાઈવે રોડ ઉપર લાલસીંહકમ્પા તરફ જવાના ત્રણ રસ્તા ઉપર એક ઈસમ કાળા કલરનીબેગમાં માદક પદાર્થ ગાંજો લઈને ઉભેલ છે જે બાતમી હકીકત આધારે સદર જગ્યાયે જતા એક વ્યક્તિ તેના હાથમાં કાળા કલરની બેગ લઈ ઉભેલ જેને પકડી બેગની અંદર તપાસ કરતા ગેરકાયદેસર નો માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૫ કિલો ૩૩૩ ગ્રામ કિ.રૂ. ૨,૬૬,૬૫૦/- મળી આવતા તથા મોબાઇલ નં.૦૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ રૂપિયા.૨,૬૭,૧૫૦/-મુજબનો મુદ્દામાલ કબજે લઈ સદરી આરોપીઓ વિરૂધ્ધમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૮૨૬૦૭૦૪/૨૦૨૬ ઘી નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટન્સિઝ એક્ટ-૧૯૮૫ (એન.ડી.પી.એસ.એકટ)ની કલમ ૮(સી),૨૦(બી),૨૯ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને નાર્કોટીક્સ તેમજ માદક પદાર્થ ગાંજાની બદી નાશ કરવાના મુહીમમા એક એન.ડી.પી.એસ એક્ટ મુજબનો ક્વોલીટી કેસ શોધી કાઢી પ્રશંસનિય કામગીરી કરેલ છે.

પકડાયેલ આરોપી:-

લક્ષ્મણલાલ ભોજારામ જાતે.બુબડિયા ધંધો.મજુરી ઉ.વ.-૨૮ રહે.નીચલી સુબરી તા.કોટડા છાવણી જી.ઉદેપુર (રાજસ્થાન)

પકડાયેલ મુદામાલ

માદક પદાર્થે ગાંજાનો જથ્થો ૦૫ કીલો ૩૩૩ ગ્રામ કિ.રૂ.૨,૬૬,૬૫૦/-

જે કાળા કલરની બોડીવાળો BHARAT કંપનીનો કીપેડવાળો મોબાઈલ કિ.રૂ.૫૦૦/-
કુલ કિ.રૂ-૨,૬૭,૧૫૦/-
સારી કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી:-

(૧) ડી.વી.હડાત પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબહ્મા પોલીસ સ્ટેશન

(૨) કે.વી.વહોણીયા પોલીસ સબ ઇન્સપેક્ટર ખેડબહ્મા પોલીસ સ્ટેશન

(૩) એ.એસ.આઈ.સુનિલભાઈ કાંતીભાઈ બ.ન.૯૫ ખેડબહ્મા પોલીસ સ્ટેશન

(૪) અ.પો.કો.વિનોદકુમાર મેવાભાઈ બ.નં.૯૪૦ ખેડબહ્મા પોલીસ સ્ટેશન

(૫) અ.પો.કો.ધવલકુમાર કેવળભાઈ બ.નં.૫૩૬ ખેડબહ્મા પોલીસ સ્ટેશન

(૬) આ.પો.કો.સુમતીભાઈ ચંદુભાઈ બ.નં.૨૪૮ ખેડબહ્મા પોલીસ સ્ટેશન

(૭) આ.પો.કોવિનોદભાઈ મોહનભાઈ બ.નં.૧૧૦૯ ખેડબહ્મા પોલીસ સ્ટેશન

(૮) ડ્રા.પો.કો.રાકેશકુમાર રામજીભાઈ બ.નં.૬૮૯ ખેડબહ્મા પોલીસ સ્ટેશન

(ડી.વી.હડાત)

પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન
📲Get App