🔥 TRENDING चलते ऑटो से कूदी छात्रा, विरोध पर चालक... அரசு ஆண்கள் மேல்நிலைப்பள்ளியில், 1993... Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજ રોજ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે

આજ રોજ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 29 Jul 2026, 08:54 PM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજ રોજ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે સિદ્ધપુર મુકામે આવેલા પાંચ સ્વયંભૂ મંદિરો શ્રી અરવડેશ્વર મહાદેવ મંદિર, શ્રી વાલકેશ્વર મહાદેવ મંદિર, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, શ્રી વટેશ્વર મહાદેવ મંદિર તથા શ્રી બ્રહ્માડેશ્વર મહાદેવ મંદિર તેમજ પારસ પીપળી ગોગા મહારાજ અને શ્રી સાઈબાબા મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી.

ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર અવસરે ભગવાન મહાદેવના ચરણોમાં વંદન કરી સૌના સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરી. પરમાત્માની કૃપા અને ગુરુજનોના આશીર્વાદથી જીવનમાં સદાય સદ્માર્ગે આગળ વધવાની પ્રેરણા મળતી રહે તેવી પ્રાર્થના.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકા ઉપપ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, એપીએમસી ચેરમેન, તાલુકાના સદસ્ય, પૂર્વ પ્રમુખો, યુવા મોરચા, મહિલા મોરચા, નગરપાલિકાના સદસ્યો,સંગઠનના હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા
📲Get App