🔥 TRENDING ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના વરદ હસ્તે

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના વરદ હસ્તે

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 29 Jul 2026, 06:40 AM 👁 81
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના વરદ હસ્તે ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક લિ.ની મુખ્ય કચેરી ખાતે અંદાજિત ₹25 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન 'સહકાર ભવન'નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું.

આ ગૌરવપૂર્ણ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈ આ ઐતિહાસિક ક્ષણના સહભાગી બન્યો.

આધુનિક સુવિધાઓથી સજ્જ 'સહકાર ભવન' સહકારી ક્ષેત્રને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને જનકેન્દ્રિત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સોપાન સાબિત થશે.

ખેડૂતો, પશુપાલકો, સહકારી મંડળીઓ તથા ગ્રામ્ય સમાજને ઝડપી અને ગુણવત્તાસભર નાણાકીય સેવાઓ ઉપલબ્ધ કરાવી "સહકારથી સમૃદ્ધિ"ના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આ ભવન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ સહકારી ક્ષેત્રને નવી ઊંચાઈઓ પ્રાપ્ત થઈ રહી છે.
📲Get App