🔥 TRENDING चलते ऑटो से कूदी छात्रा, विरोध पर चालक... அரசு ஆண்கள் மேல்நிலைப்பள்ளியில், 1993... Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને મેરા યુવા ભારત અંતર્ગત જિલ્લા સલાહકાર સમિતિની બેઠક

મહીસાગર જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને મેરા યુવા ભારત અંતર્ગત જિલ્લા સલાહકાર સમિતિની બેઠક

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 28 Jul 2026, 03:42 PM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને મેરા યુવા ભારત અંતર્ગત જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં યુવાઓને સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી વ્યક્તિત્વ અને નેતૃત્વના ગુણો વિકસે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ યુવાનો અને સરકારી-સામાજિક તકોને જોડતો ડિજિટલ પુલ MY Bharat Portal પર યુવાઓનું મહત્તમ રજીસ્ટ્રેશન તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે શિક્ષણ વિભાગ,રમતગમત વિભાગ, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સહિતના સંબંધિત વિભાગોને માય ભારત પોર્ટલ સાથે મહત્તમ યુવાનોને જોડવા માર્ગદર્શક સૂચનાઓ આપી હતી. તેમણે આ સઘન નોંધણી ઝુંબેશમાં યુવાનોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે જરૂરી માર્ગદર્શન પણ કર્યું હતું.
આ પોર્ટલ પર ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથના યુવાનો MY Bharat Portal (www.mybharat.gov.in) પર રજીસ્ટ્રેશન કરી શકશે. જેના માધ્યમથી યુવકોને સરકારી સામાજિક તકો વગેરે વિશે જાણકારી મળતી રહેશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સુધાર્થ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App