🔥 TRENDING ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આંતરરાજ્ય સાયબર ફ્રોડના ગુનાનો ભેદ ઉકેલી સંકળાયેલ આરોપીઓ પૈકી એક આરોપીને હરિદ્વારથી ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવેલ છે.

સાબરકાંઠા ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આંતરરાજ્ય સાયબર ફ્રોડના ગુનાનો ભેદ ઉકેલી સંકળાયેલ આરોપીઓ પૈકી એક આરોપીને હરિદ્વારથી ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવેલ છે.

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 20 Jul 2026, 02:02 PM 👁 95
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધીક્ષકશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબની સૂચનાથી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આંતરરાજ્ય સાયબર ફ્રોડના ગુનાનો ભેદ ઉકેલી સંકળાયેલ આરોપીઓ પૈકી એક આરોપીને હરિદ્વારથી ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવેલ છે.

ગુનાની ટૂંકી વિગત (ગુ.ર.નં- ૧૧૨૦૯૦૫૮ ૨ ૬૦૦૦૪/૨૨૦૨૬):

આ કામના ફરીયાદીશ્રીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુ.એસ.એ. (USA) માં આકર્ષક નોકરી આપવાની લોભામણી જાહેરાતો બતાવી, આરોપીઓએ પરદેશમાં વર્ક વિઝા તથા નોકરી અપાવવાની લાલચ આપી પૂર્ણ વિશ્વાસમાં લીધા હતા. આરોપીઓએ અમેરિકાના વર્ક વિઝા આપવાના બહાને અલગ અલગ ચાર્જીસ પેટે ફરીયાદીશ્રી પાસેથી કુલ રૂ. ૨૯,૬૧,૩૯૩/- ની માતબર રકમ જુદા જુદા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લઇ ઓનલાઇન છેતરપીંડી આચરી ગુનો કર્યો હતો.

આ ગુનાની તપાસ દરમ્યાન પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એચ.પી.ઝાલાના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એલ.બી.વાળા, હે.કોન્સ.અમિતભાઈ રામાભાઈ તથા પો.કોન્સ. રાજદીપસિંહ પૃથ્વીસિંહ દ્વારા ગુનાને લગતા જરૂરી દસ્તાવેજો તથા માહિતી એકત્રિત કરવામાં આવેલ, જે માહિતીનું પો.કોન્સ.શુકલજીતસિંહ પ્રવીણસિંહ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરી આરોપીને ટ્રેસ કરવામાં આવેલ હતો. જેના આધારે ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે મોકલવામાં આવેલી ટીમમાં સામેલ પીએસઆઇશ્રી એ.બી.સપીયા, પો.કોન્સ.દિપક કુમાર ઘનજીભાઈ તથા પો.કોન્સ.રોહિત કુમાર બાબુભાઈ દ્વારા ટેકનિકલ લોકેશનના આધારે આરોપીને હરિદ્વાર ખાતેથી સફળતાપૂર્વક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પકડાયેલ આરોપીની વિગત:

કવલજીત સ/ઓ શ્રીનાથ પ્રસાદ, ઉ.વ. ૩૭, ધંધો: વ્યાપાર, હાલ રહેઠાણ: ડી-૫, સુભાષનગર, જ્વાલાપુર હરિદ્વાર, ઉત્તરાખંડ, મૂળ વતની: ધાનોતાની બાજુમાં, ઉમરગંજ ગામ, પો.જમાનીયા, જી.ગાજીપુર, ઉત્તરપ્રદેશ.

નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) વિગત:

આરોપી દ્વારા ગુનામાં ઉપયોગમાં લેવાયેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા, ઇન્ડીયન ઓવરસીસ બેંક, ઇન્ડીયન બેંક અને એક્સીસ બેંક સહિતના કુલ ૧૪ બેંક એકાઉન્ટો નેશનલ સાયબર ક્રાઇમ રિપોટિંગ પોર્ટલ (NCRP) ના સમનવય પોર્ટલ પર ચેક કરતાં, આ ખાતાઓ વિરુદ્ધ દેશના અન્ય કુલ ૧૨ જેટલા રાજ્યોમાંથી કુલ ૨૩ જેટલી ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે, જેમાં કુલ આશરે રૂ. ૧,૮૦,૬૨,૨૮૬/-જેટલી માતબર રકમનું ફ્રોડ આચરવામાં આવેલું છે. આ ફ્રોડથી ભોગ બનનારા રાજ્યોમાં મુખ્યત્વે બિહાર, તમિલનાડુ, વેસ્ટ બંગાલ, કર્ણાટક, ગુજરાત, પંજાબ, ઉત્તરપ્રદેશ અને જમ્મૂ કશ્મીર સહિતના ૧૨ રાજ્યોનો સમાવેશ થાય છે.

તપાસ દરમિયાન ખુલેલી મહત્વની હકીકત:

આ ગુનાની ટેકનિકલ તપાસ દરમ્યાન પકડાયેલ આરોપીના મોબાઇલ ફોનમાંથી 'રહીમ શેખ' નામના ઇસમ સાથે થયેલ તાજેતરની શંકાસ્પદ ચેટ (Chat) મળી આવેલ છે. આ ચેટના ટેકનિકલ એનાલિસિસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપી દ્વારા ગુનાહિત કૃત્ય આચરવાના હેતુથી રહીમ શેખ દ્વારા રૂ. ૧૦ કરોડ થી રૂ. ૧૦૦ કરોડ સુધીના કોર્પોરેટ એકાઉન્ટની માંગણી કરવામાં આવી હતી, જે અંગે પોલીસ દ્વારા આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.

એચ.પી.ઝાલા

પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, સાબરકાંઠા-હિંમતનગર
📲Get App