🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહેસાણા જીલ્લાના વડનગર પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી થયેલ મોટર સાયકલનો ભેદ ઉકેલી મો.સા.-૧ કુલ કિ.રૂ. ૬૦,૦૦૦/-નો મુદ્દામાલ રીકવર

મહેસાણા જીલ્લાના વડનગર પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી થયેલ મોટર સાયકલનો ભેદ ઉકેલી મો.સા.-૧ કુલ કિ.રૂ. ૬૦,૦૦૦/-નો મુદ્દામાલ રીકવર

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 16 Jul 2026, 10:47 PM 👁 61
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહેસાણા જીલ્લાના વડનગર પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી થયેલ મોટર સાયકલનો ભેદ ઉકેલી મો.સા.-૧ કુલ કિ.રૂ. ૬૦,૦૦૦/-નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ IPS ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહીલ IPS સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ જેમાં ખાસ કરી વાહનચોરીના બનાવો વધુ બનતા હોય આવા વાહનચોરીના ગુન્હા બનતા અટકાવવા તેમજ બનેલ ગુન્હા શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી ડી.સી.સાકરીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓના સતત માર્ગદર્શન અને સુચના આધારે તેઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ વાહનચોરીના બનેલ ગુન્હાઓ જે અનડીટેકટ હોય તે શોધી કાઢવા એલ.સી.બી.ના અધિકારીશ્રી પો.સ.ઈ. શ્રી.આર.જે.જાડેજા તથા એલ.સી.બી. ટીમના માણસો વાહન ચોરીના બનાવો સંબધે સાબરકાંઠા હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન હે.કો. જીજ્ઞેશકુમાર નાઓને હ્યુમન સોર્સીસથી બાતમી હકિકત મળેલ કે, “ વડનગર મુકામેથી પ્લસર મોટર સાયકલ નંબર GJ 02 DH 3588 નુ ચોરી કરનાર ઇસમ મોટર સાયકલ લઇ હિંમતનગર ટાઉન હોલ આગળ ઉભો છે” જે બાતમી હકીકત આધારે ટાઉન હોલ આગળ આવી જોતા બાતમી મુજબની મોટર સાયકલ લઇ એક ઇસમ ઉભો હોઇ સદરી ઇસમ પાસે જઇ મોટર સાયકલ બાબતે આધાર પુરાવા માંગતા તેની પાસે નહીં હોવાનું જણાવતો હોઇ સદર મોટર સાયકલ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ. ૧૦૬ મુજબ કબજે કરી ક.૩૫(૧)(ઈ) મુજબ કબજે કરી તથા સદરી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર હોય સદરીને ડીટેઈન કરી મો.સા.ના એન્જીન-ચેચીસ નંબર આધારે ઉપલ્બધ સોફ્ટવેર તથા મોટર સાયકલ ચોરીઓના ગુન્હાઓના રેકર્ડ આધારે તપાસ કરતા સદર મોટર સાયકલ વડનગર પો.સ્ટે. એ પાર્ટ નંબર ૧૧૨૦૬૦૭૩૨૬૦૩૮૯/૨૦૨૬ બી.એન.એસ. કલમ. ૩૦૩(૨) મુજબનો ગુન્હા નોંધાયેલ હોય સદરી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પાસેથી મોટર સાયકલ -૧ કિ.રૂ. કુલ રૂ.૬૦,૦૦૦/-નો મુદ્દામાલ રીકવર કરી આગળની વધુ તપાસ અર્થે વડનગર પો.સ્ટે. ખાતે સોપવા તજવીજ કરવામાં આવેલ છે.

પકડાયેલ મુદ્દામાલ :-

અ.નં

મુદ્દામાલ વિગત

1. પલ્સર વાદળી પટ્ટા વાળુ GJ 02 DH 3588 નંબર વાળુ હોય જેનો ચેચીસ નંબર MD2A11CX3LRE 56832 તથા એન્જીન નંબર DHXRLE 96165 નો હોઇ કિ.રૂ.૬૦,૦૦૦/-

કુલ કિ.રૂા.૬૦,૦૦૦
(૧) વડનગર પો.સ્ટે. એ પાર્ટ નંબર ૧૧૨૦૬૦૭૩૨૬૦૩૮૯/૨૦૨૬ બી.એન.એસ. કલમ.

૩૦૩(૨) મુજબ

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારી:-

પો.ઇન્સ. શ્રી ડી.સી.સાકરીયા

પો.સ.ઈ. શ્રી આર.જે.જાડેજા

એ.એસ.આઇ. દેવુસિંહ અમરસિંહ

હે.કો.જીગ્નેશકુમાર સુરશભાઈ

હે.કો.દેવરાજ ખીમજી

હે.કો.નિરીલકુમાર મોજીસભાઇ

પો.કો. નિલેશકુમાર બાબુભાઈ

પો.કો. નૃપેશકુમાર અરવિંદભાઈ

પો.કો. કિર્તિરાજસિંહ કિરીટસિંહ

ડ્રા.હે.કો ગીરીશભાઇ ગાંડાભાઈ

=

ડ્રા. પો.કો. જતીનકુમાર નટુભાઇ

(ડી.સી.સાકરીયા)

પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
📲Get App