🔥 ट्रेंडिंग कोलकाता में ठंड की लहर: ताज़ा मौसम का... सुवर्ण केरलम एसके-79 लॉटरी: केरल में 1... केरल पूजा बंपर लॉटरी: सभी 45 लाख टिकट... क्राइस्टचर्च टेस्ट में जेमिश्न ने भारत... पुतिन ने प्रशांत बेड़े के लिए नया परमा... दक्षिण कोरिया के डाक विभाग में डेटा चो...
28 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

વાઘોડિયા-ડભોઈ રિંગ રોડ પર નવા વર્ષની ભવ્ય સપરિવાર સ્નેહમિલન

✍️ रिपोर्टर: Kuntalkumar Chokshi 🗓 28 नव. 2026, 12:08 PM 👁 25
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાઘોડિયા-ડભોઈ રિંગ રોડની વિવિધ સોસાયટીઓ અને કોમ્પ્લેક્સના આગેવાનો દ્વારા નવા વર્ષની શરૂઆતમાં એકતા, ભાઈચારો અને સ્વચ્છતા માટે ભવ્ય સપરિવાર સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું.

વાઘોડિયા-ડભોઈ રિંગ રોડ, વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં, હરીયાલી હોટલથી શેફાયર ગ્લોબલ સ્કૂલ સુધીની વિવિધ સોસાયટીઓ અને કોમ્પ્લેક્સના આગેવાનો દ્વારા નવા વર્ષના શુભ અવસરે ભવ્ય સપરિવાર સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રંગબેરંગી ફૂલોથી સજાવાયેલ સ્ટેજ અને મનમોહક સજાવટો દ્વારા ઉત્સવમય વાતાવરણ રચાયું, અને મોટી સંખ્યામાં પરિવારજનો અને નાગરિકો એકત્રિત થયા.

કાર્યક્રમમાં વોર્ડ નંબર‑15ના કાર્યશીલ બાહુબલી કોર્પોરેટર શ્રી આશિષભાઈ જોશી, નીલમબેન શ્રીવાસ્તવ, દીપકભાઈ શ્રીવાસ્તવ, રાજુભાઈ બારોટ, હિતેષભાઈ માછી, હિરેનભાઈ શાહ અને વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય શ્રી મધુભાઈ શ્રીવાસ્તવ વિશેષ ઉપસ્થિત રહ્યા. આશિષભાઈ જોશીએ ઉપસ્થિત નાગરિકો અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો અને વિસ્તારના વિકાસલક્ષી પેન્ડિંગ કામો નવા વર્ષના બજેટમાં મંજૂર કરીને પૂર્ણ કરવાની ખાતરી આપી.

તેમણે નાગરિકોને કોઈપણ પ્રશ્નો કે કામો હોય તો નિઃસંકોચ જણાવવા અપીલ કરી અને તે માટે તમામ પ્રયાસો કરવાની ખાતરી આપી. પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવએ પોતાની અવાજમાં એક મજાનું ગીત રજૂ કરીને ઉપસ્થિતોનું મન મોહી લીધું. અંતમાં સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે બધા ઉપસ્થિતોએ સ્વચ્છતા જાળવવાના શપથ લીધા અને સ્નેહભોજન કરીને કાર્યક્રમ સમાપ્ત કર્યો.
📲Get App