બગોદરા -તારાપુર ચોકડી પાસે ડમ્પર અને પીકઅપ વચ્ચે અકસ્માત ,બે ને ઈજા
બાવળા તાલુકાના બગોદરા માં આવેલી તારાપુર ચોકડી પુલ પાસે ડમ્પર ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે વાળવા જતા પીકઅપ ડાલા સાથે અથડાતા તેમાં સવાર ચાલક ને બાજુમાં બેઠેલા એક વ્યક્તિને ઈજા થતાં પીકઅપ ડાલા ના ડ્રાઈવરે બગોદરા પોલીસ માં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે