🔥 ट्रेंडिंग फूलों की जगह किताबें, सम्मान के साथ बच... உச்ச நீதிமன்றம் திருப்பரங்குன்றம் மலைய... મહેસાણા એસઓજીએ ગોગાપરા વિસ્તારમાં દેશી... உச்ச நீதிமன்றம் திருப்பரங்குன்றம் மலைய... मनोहर सिंह भाटी ने बताया बेदु कला उन्नाव में पराली जलाने पर प्रशासन सख्त...
27 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

મોઘવારી મુદ્દે જનતા પરેશાન

✍️ रिपोर्टर: Memon Fajalbai 🗓 27 नव. 2026, 10:08 PM 👁 28
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નકલી અને ભીડ સેડ યુક્ત વસ્તુઓના વેચાણ સામે કડક કાર્યવાહીની માંગ

*મોંઘવારીના મારથી સામાન્ય જનતા પરેશાન, નકલી અને ભેળસેળયુક્ત વસ્તુઓના વેચાણ સામે કડક કાર્યવાહીની માંગ*

**આમ આદમી પાર્ટી દ્વારા ઈડર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી મોંઘવારી પર નિયંત્રણ લાવવા રજૂઆત કરાઈ**

ગુજરાત સહિત સમગ્ર દેશમાં દિવસેને દિવસે વધી રહેલી મોંઘવારી અને બજારમાં નકલી તથા ભેળસેળયુક્ત વસ્તુઓના બેરોકટોક વેચાણને લઈને આમ આદમી પાર્ટી, ગુજરાત દ્વારા વડાલી શહેર પ્રમુખ જગદીશ કુમાર અનિલભાઈ પટેલ ઇડર તાલુકા પ્રમુખ તથા તમામ સંગઠનના હોદ્દેદારો ઇડર મામલતદાર સાહેબને આયોજનપત્ર આપી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ મુદ્દે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત અપાવવા તથા ભેળસેળયુક્ત વસ્તુઓના વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોંઘવારીનો માર સામાન્ય જનતા પર પડી રહ્યો છે. ઘઉં, ખાંડ, પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ, શાકભાજી સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.

એક તરફ મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ બજારમાં નકલી અને ભેળસેળયુક્ત વસ્તુઓનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં સામાન્ય પરિવારો માટે બાળકોનું શિક્ષણ, વધતી દવાઓના ખર્ચ અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની રહી છે.

આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્રમાં મુખ્યત્વે ચાર માંગણીઓ રજૂ કરવામાં આવી છે. જેમાં તેલ, પેટ્રોલ-ડીઝલ તથા જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર નિયંત્રણ લાવવા યોગ્ય પગલાં ભરવા, નકલી અને ભેળસેળયુક્ત વસ્તુઓના વેચાણ સામે કડક કાર્યવાહી કરવા, બજારો, દુકાનો અને ગોડાઉનોમાં નિયમિત તપાસ હાથ ધરવા તેમજ મોંઘવારીથી પીડાતી સામાન્ય જનતાને રાહત મળે તે માટે સરકાર દ્વારા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે મોંઘવારી અને ભેળસેળના ગંભીર જનહિતના મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરી સામાન્ય જનતાને રાહત આપવામાં આવે. સરગવાળા ગામમાં ખેડૂતોની સંમતિ લીધા વગર અને તેમની સાથે યોગ્ય ચર્ચા કર્યા વિના તેમની જમીનોમાંથી ગેસ પાઈપ લાઈન નાખવામાં આવી રહી છે ખેડૂતોને તેમની જમીનને નુકસાન પ્રમાણે યોગ્ય વર્તન આપવાની પણ માગણી કરેલ છે *પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ સાબરકાંઠા*
📲Get App