🔥 TRENDING मनोहर सिंह भाटी ने बताया बेदु कला Allahabad HC Nullifies UP PCS 2025 Pre... ছাতনায় BMOH-এর পদত্যাগের দাবিতে তুমুল... સાબરકાંઠા, હિંમતનગરમાં રૂ.23 કરોડનું બ... Uttar Pradesh Announces ₹8,500 Crore I... সাব্ররুম
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહેસાણા એસઓજીએ ગોગાપરા વિસ્તારમાં દેશી હાથ બનાવટની બંદૂક ધરાવતા 35 વર્ષીય ઇશાકભાઈ સિંધીને પકડ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Nov 2026, 10:29 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા એસઓજીની સફળ કામગીરીમાં ગોગાપરા વિસ્તારમાં 35 વર્ષીય ઇશાકભાઈ સિંધી પાસે રહેલી દેશી હાથ બનાવટની બંદૂક કબજે કરી, આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી..

મહેસાણામાં-:
પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા આપેલી સૂચનાઓ અનુસાર મહેસાણા એસઓજીએ 26 નવેમ્બર 2026 ના રોજ ગોગાપરા વિસ્તારમાં 35 વર્ષીય ઇશાકભાઈ લાખાભાઈ સુમારભાઈ સિંધી (રહે.ગોગાપરા,રાધનપુર ચોકડી નજીક)ને દેશી હાથ બનાવટની બંદૂક માટે ધરપકડ કરી.આ કાર્યમાં પોલીસ ઇન્સ્પેક્ટર યોગરાજસિંહ પરમાર,પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ ડી ડાભી,પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી ડી વાઘેલા અને કોન્સ્ટેબલ જયેશકુમાર લવજીભાઈ, યોગેશકુમાર નારણભાઈ સહિતની ટીમ સામેલ હતી.ગોગાપરા વિસ્તારમાં આવેલા કાચા છાપરાના રહેણાંકમાં તપાસ દરમિયાન દેશી હાથ બનાવટની બંદૂક મળી,જેના મૂલ્ય રૂ. 2,000/- ગણવામાં આવ્યું..

આરોપી પાસે આ હથિયાર રાખવા માટે કોઈ પરમિટ કે લાઇસન્સ ન હોતો.પોલીસે આ ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર કબજે કરી, ઇશાકભાઈ સિંધી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી અને મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો.
📲Get App