તુલસીશ્યામ ગોપનાથ વાયા જાફરાબાદ રાજુલા ભગુડા બગદાણા નવી એસ.ટી. બસ શરૂ કરવા માંગણી

તુલસીશ્યામ ગોપનાથ વાયા જાફરાબાદ રાજુલા ભગુડા બગદાણા આ રૂટ પર હાલ એક પણ એસ.ટી. બસ શરૂ નથી. આ રૂટ પર યાત્રાધામો અને મોટા ગામો આવેલા હોવા છતાં બસ સુવિધા ન હોવાથી ભાવિકો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને નોકરિયાતોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
તુલસીશ્યામ, ગોપનાથ મહાદેવ, બગદાણા ખાતે સંત બજરંગદાસ બાપાની જગ્યા અને ભગુડા ખાતે મોગલ માં ના ધામે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. ખાસ કરીને અમાસ, પૂનમ, શ્રાવણ માસ અને તહેવારોના દિવસે આ રૂટ પર ભારે ભીડ રહે છે. ત્યારે ખાનગી વાહનોમાં મોંઘા ભાડા આપીને મુસાફરી કરવી પડે છે. વૃદ્ધો, મહિલાઓ અને ગરીબ ભાવિકોને સૌથી વધુ તકલીફ પડે છે.
આ રૂટ એવો છે કે જો એસ.ટી. બસ શરૂ કરવામાં આવે તો એસ.ટી. નિગમને પણ સારી આવક મળે તેમ છે. કારણ કે આખો દિવસ આ રૂટ પર મુસાફરોની અવર જવર રહે છે.
આથી બાલાભાઈ ભટ્ટ અને દેવશીભાઈ બાંભણિયાએ એસ.ટી. નિગમને લેખિત રજૂઆત કરી છે કે, તુલસીશ્યામ ગોપનાથ વાયા જાફરાબાદ રાજુલા ભગુડા બગદાણા નવી એસ.ટી. બસ તાત્કાલિક શરૂ કરવામાં આવે. સવારે દર્શન માટે જવા અને સાંજે પરત આવવા અનુકૂળ સમયે બસ ચાલે તો હજારો લોકોને લાભ થશે.
આશા છે કે એસ.ટી. નિગમ દ્વારા લોકોની આ વાજબી માંગણીનો સત્વરે સ્વીકાર કરવામાં આવશે.
બાલાભાઈ ભટ્ટ, દેવશીભાઈ બાંભણિયા, રાજુલા