Crime
વલસાણાના ચલથા નહેરમાં મુદ્દે ફેકનાર આરોપી ઝડપાયો પત્નીના મોતનો બદલો લેવા મહિલાની હત્યા કરી હતી.
પલસાણા તાલુકાના ચલથાણ ગામની હદમાં બગુમરા થી ડીંડોલી તરફ જતી નહેરમાંથી મળી આવેલા મહિલાના મૂડ દેહના કેસમાં સુરત જિલ્લા એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે મહિલાના ગળામાં પ્લાસ્ટિકની દોરી બાંધી માથા પર પ્લાસ્ટિકની કોથળી પહેરાવી ગળું દબાવી હત્યા કર્યા બાદ મૃત દેહને નહેરમાં ફેંકી દેવામાં આવ્યો હતો. જે મહિલા મોટા ગામની હોવાની બહાર આવ્યું હતું આ હત્યાના બનાવમાં સુરત જિલ્લા એલસીબી પોલીસે મોટા ગામના એક યુવકને ઝડપી પાડયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પોતાની પત્નીના મોતનો બદલો લેવા મહિલાની હત્યા કરી હોવાની સામે આવ્યું છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.