🔥 TRENDING राष्ट्रीय क्रिकेट में हनुमानगढ़ की बेट... जालौर में माजीसा मंदिर के वार्षिक मेला... ਪਾਤੜਾਂ-ਸਮਾਣਾ ਰੋਡ 'ਤੇ ਵਾਪਰਿਆ ਭਿਆਨਕ ਸੜਕ... Gujarat Expands E-Detection System at... Supreme Court Upholds Karnataka Bike T... అదిలాబాద్ ప్రజావాణిలో ఓ వ్యక్తి ఆత్మహత...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

પેથાપર ગામની ગ્રામસભામાં ગોટાળો ? એક જ સભાના બે ફોટામાં લોકેશન અલગ

✍️ Reporter: Dineshkumar koli 🗓 23 Nov 2026, 01:44 PM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગામના લોકોનો સવાલ છે, સભા એક જ જગ્યાએ થઈ હોય તો બે ફોટામાં લોકેશન અલગ કેમ ? ગામને 2 વર્ષની સાચી હાજરી પત્રક અને ઠરાવની નકલ આપો.

પેથાપર ગામની ગ્રામસભામાં ગોટાળો ? એક જ સભાના બે ફોટામાં લોકેશન અલગ

રાપર તાલુકાના પેથાપર ગામે છેલ્લા 2 વર્ષની ગ્રામસભાની માહિતી માંગી હતી. TDO કચેરી રાપર તરફથી તા. 15/10/2026 ના રોજ જવાબમાં ફોટા આપવામાં આવ્યા.

પણ એક જ સભાના બે ફોટામાં લોકેશન અલગ-અલગ છે. એક ફોટામાં લોકેશન 23.317093, 70.728418 બતાવે છે અને બીજા ફોટામાં Pethapar, 23.325542, 70.735575, તા. 02/10/2026 બતાવે છે.

ગામના લોકોનું કહેવું છે કે, ગ્રામસભા ક્યારે થાય છે એની ગામમાં કોઈને જાણ જ કરવામાં આવતી નથી. સભા થાય છે તો ફક્ત કાગળ પર જ થાય છે.

ગ્રામજનોનો સવાલ છે, જો સભા એક જ જગ્યાએ થઈ હોય તો બે ફોટામાં લોકેશન અલગ કેમ આવે ? 2 વર્ષની ગ્રામસભા ખરેખર ગામમાં થઈ હતી કે ફક્ત કાગળ પર પૂરી કરી દેવામાં આવી ?

પેથાપર ગામના લોકોની માંગ છે કે, આ મામલે જિલ્લા વિકાસ અધિકારી (DDO) કચ્છ દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે અને ગામને 2 વર્ષની ગ્રામસભાના સાચા ફોટા, હાજરી પત્રક અને ઠરાવની નકલ આપવામાં આવે.

જો ગ્રામસભા કાગળ પર થઈ હોય તો તે ગામના લોકો સાથે છેતરપિંડી કહેવાય.

#Pethapar #Rapar #Kutch #GramSabha #Gujarat

-
📲Get App