🔥 TRENDING Speeding Vehicle Kills Army Jawan and... Alice Huang Linked to Chinese Spy Agen... Ward Boy Molests ICU Patient in Madhya... NIA Interrogates Trinamool MLA Sabina... किसान तुहर टोकन ऐप से धान विक्रय में म... Ashok Leyland Eyes Reviving Singur Aft...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લીલીયા તાલુકાના પુજાપાદર ગામે ઉદાસીન ફાઉન્ડેશનની કામગીરી સામે બેદરકારી નાં આક્ષેપો જોખમી ક્રેન કામગીરી નો વિડિયો વાઇરલ થયેલ છે.

✍️ Reporter: Samir khokhar vijapadi.amreli 🗓 23 Nov 2026, 01:28 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લીલીયા તાલુકાના પુજાપાદર ગામે ઉદાસીન ફાઉન્ડેશનની કામગીરી સામે બેદરકારીના આક્ષેપો, જોખમી ક્રેન કામગીરી નો વિડિયો વાઇરલ થયેલ હતો.

*લીલીયા....*

પુંજાપાદરમાં ઉદાસીન ફાઉન્ડેશનની કામગીરી સામે બેદરકારીના આક્ષેપો, જોખમી ક્રેન કામગીરીનો વીડિયો વાયરલ

*ચાલુ રસ્તા પર હજારો કિલો વજનનું ટ્રેક્ટર ક્રેનથી ઊંચકાયું; નીચે વાહનચાલકો અને રાહદારીઓની અવરજવર વચ્ચે જાહેર સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે કેમ તેવો સવાલ*

લીલીયા તાલુકાના પુંજાપાદર ગામે ઉદાસીન ફાઉન્ડેશન દ્વારા ચાલી રહેલી કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોવાના આક્ષેપો સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે.

વાયરલ વીડિયોમાં જોવા મળતી વિગતો મુજબ, ચાલુ જાહેર માર્ગ પર ક્રેનની મદદથી હજારો કિલો વજનનું ટ્રેક્ટર ઊંચકીને રસ્તા પર ઉતારવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રસ્તા પરથી વાહનચાલકો અને રાહદારીઓની અવરજવર પણ ચાલુ હોવાનું જોવા મળે છે. ભારે વજનની વસ્તુની આવી જોખમી કામગીરી દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી કે કેમ તે અંગે સવાલો ઊભા થયા છે.

*કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની?*

આ કામગીરી દરમિયાન ટ્રાફિક રોકવાની, બેરિકેડિંગ કરવાની કે ચેતવણીનાં બોર્ડ મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી કે કેમ? શું કામગીરી શરૂ કરતાં પહેલાં જાહેર માર્ગ પર નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી હતી? તેવા સવાલો હાલ સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યા છે.

વિકાસનાં કામો આવકાર્ય છે, પરંતુ વિકાસની કામગીરી દરમિયાન સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મુકાય તે કોઈપણ સંજોગોમાં યોગ્ય કહી શકાય નહીં. જો આવી કામગીરી દરમિયાન કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે પણ તપાસનો વિષય છે.

*તંત્રની ભૂમિકા સામે પણ સવાલો*

સ્થાનિક લોકો દ્વારા માંગ ઊઠી રહી છે કે સંબંધિત અધિકારીઓ તાત્કાલિક સ્થળ તપાસ કરે, કામગીરીમાં અપનાવવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરે અને જો કોઈ નિયમભંગ કે બેદરકારી જણાય તો જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરે.

હવે જોવાનું એ રહેશે કે વાયરલ થયેલા વીડિયોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંબંધિત તંત્ર તપાસ કરી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે કે નહીં?

**જાહેર સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં — તંત્ર તાત્કાલિક તપાસ કરી યોગ્ય પગલાં ભરે તેવી લોકમાંગ.

*રીપોર્ટર – સમીર ખોખર વિજપડી અમરેલી...
📲Get App