🔥 TRENDING மீனவர்களின் வாழ்வுரிமைக்கான கோரிக்கை ஆ... ಅಂದು ಮೋದಿಜಿ ಅವರ ಸರಳತೆ ಮತ್ತು ತ್ಯಾಗದ ಆದರ... DGP Nalin Prabhat Reviews Security Ope... Kashmir Sees Sharp Rise in Night Tempe... 31-Year-Old Man Found Dead in Jammu બાઢડા ગામ નજીક અકસ્માત રેલ્વે ફાટક પાસ...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નર્મદા સંકલન સમિતિની બેઠકમાં પ્રજાના પ્રશ્નો ગુંજ્યા, સાંસદ અને ધારાસભ્યે રજૂ કરી વિવિધ સમસ્યાઓ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 21 Nov 2026, 01:21 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના વિકાસકાર્યોને વેગ આપવા અને નાગરિકોના પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવાના હેતુથી રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર ગંગા સિંઘના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ દેડિયાપાડા વિસ્તારમાં પીએમ કુસુમ યોજનાના લાભાર્થીઓના પ્રશ્નો, મોવી-દેડિયાપાડા રોડની કામગીરીને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યા, કણજી, વાંદરી અને માથાસર સહિતનાં ગામોમાં પીવાના પાણીની સમસ્યા, ઉકાઈ ડેમ આધારિત સિંચાઈ યોજના, ફુલસર, બેબાર અને કંજાલ ગામોમાં લો-વોલ્ટેજની સમસ્યા, વીજ સબસ્ટેશનનું બાંધકામ તેમજ દેડિયાપાડાથી બોગજ સુધીના રસ્તાના પ્રશ્નો રજૂ કર્યા હતા. જ્યારે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે નર્મદા પરિક્રમાની સફાઈ કામગીરીમાં વપરાયેલી મશીનરી, ગોરા-સુલપાણેશ્વર મહાદેવ મંદિરના વિશ્રામગૃહને બંધ રાખવા, ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસ કાર્યવાહી, નશાકારક પદાર્થોના વેપાર પર નિયંત્રણ અને સસ્તા અનાજના વિતરણ અંગે રજૂઆતો કરી હતી.

લોકપ્રતિનિધિઓની રજૂઆતોને પગલે કલેક્ટર ગંગા સિંઘે સંબંધિત વિભાગોના અધિકારીઓને તમામ પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવા સૂચના આપી હતી. સરકારી યોજનાઓના તમામ પાત્ર લાભાર્થીઓને લાભ મળે તે સુનિશ્ચિત કરવા, પીએમ કુસુમ યોજનામાં ટીમો બનાવી રેન્ડમ ચેકિંગ કરવા તેમજ મોવી-દેડિયાપાડા રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવા ભાર મૂક્યો હતો. આ ઉપરાંત નાંદોદના જીતનગર ખાતે નિર્માણાધીન સિવિલ હોસ્પિટલનું કામ ઝડપથી પૂર્ણ કરી જિલ્લાના નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ વહેલી તકે ઉપલબ્ધ કરાવવા પણ સૂચના આપી હતી.

બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીમતી વિશાખા ડબરાલ, જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળા, નાયબ વન સંરક્ષક અભય કુમાર, નિવાસી અધિક કલેક્ટર સી.કે. ઉંધાડ, નાંદોદના પ્રાંત અધિકારી સુશ્રી પરશનજીત કૌર, દેડિયાપાડાના પ્રાંત અધિકારી સુશ્રી જૂહી પાંડે સહિત જિલ્લાના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન અધિકારીઓએ રજૂ થયેલા પ્રશ્નો અંગે કામગીરીની વિગતો અને અહેવાલ રજૂ કર્યા હતા.
📲Get App