🔥 ट्रेंडिंग "Varta" Media Workshop Held on PM-Vish... ରାଜଧାନୀରେ ଚାଞ୍ଚଲ୍ୟ: ପ୍ରେମିକ ସାମ୍ନାରେ ପ... छठ पर्व के समाप्त होने के बाद आरा स्टे... जयनगर के दक्षिणेश्वरी काली मंदिर में द... કલોલમાં કોંગ્રેસ સ્નેહમિલન, 2027 વિધાન... हरियाणा सरकार ने बिजली कर्मचारियों की...
18 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બિરસા મુંડાની જન્મજયંતિએ રાજપીપળામાં મહિલા સંમેલન યોજાયું, વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 18 नव. 2026, 02:07 PM 👁 32
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ સપ્તાહના સમાપન પ્રસંગે રાજપીપળાના આંબેડકર હોલ ખાતે મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શિવાની મહેતાએ મહિલાઓના સશક્તિકરણ, શિક્ષણ અને આત્મનિર્ભરતા માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. તેમણે મહિલાઓને સરકારી યોજનાઓનો લાભ લેવા તેમજ બિરસા મુંડા યુનિવર્સિટીની મુલાકાત લેવા અપીલ કરી હતી.

ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે મહિલાઓને સોશિયલ મીડિયા પર મળતી ખોટી માહિતીથી સાવચેત રહેવા અને પરિવાર તથા સમાજના વિકાસમાં સક્રિય યોગદાન આપવા જણાવ્યું હતું. તેમણે આરોગ્ય, શિક્ષણ અને ખેતી ક્ષેત્રે ચાલી રહેલી વિકાસલક્ષી યોજનાઓ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.

સંમેલનમાં વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અને ગંગા સ્વરૂપા પુનઃલગ્ન સહાય યોજનાના લાભાર્થીઓને મંજૂરીપત્રો એનાયત કરાયા હતા. ઉપરાંત 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાન અંતર્ગત વધામણા કીટ અને અભ્યાસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહિલાઓ, બાળકો અને કિશોરીઓના શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા અને સર્વાંગી વિકાસ માટેની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. યોજનાઓનો લાભ મેળવી આત્મનિર્ભર બનેલી મહિલાઓએ પોતાના અનુભવો પણ રજૂ કર્યા હતા.

કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર અમોલ આવટે, આદિજાતિ વિભાગના મદદનીશ કમિશનર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પિનાકીનીબેન ભગોરા, વિવિધ સમિતિના સભ્યો, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
📲Get App