🔥 TRENDING उजियारा अभियान में चारामा पुलिस की कार... ಬಿಸಿಸಿಐ 2027 ಏಕದಿನ ವಿಶ್ವಕಪ್‌ಗಾಗಿ ಯುವ ಆ... ಭಾರತ vs ನ್ಯೂಜಿಲೆಂಡ್ 1ನೇ ಟೆಸ್ಟ್‌ನಲ್ಲಿ ನ... IPL 2027 ಮಿನಿ ಹರಾಜು: ಎಲ್ಲಾ 10 ತಂಡಗಳ ಉಳ... ರಿಷಭ್ ಪಂತ್ ವೆಲ್ಲಿಂಗ್ಟನ್ ಟೆಸ್ಟ್‌ನಲ್ಲಿ ವ... मुसल्लहपुर थाना क्षेत्र में बंद घर का...
18 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિદ્વાન વક્તા અને ઈન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર પૂ.ડો.જ્ઞાનવત્સલ સ્વામીની અમરેલીના આંગણે જાહેર સત્સંગ સભા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 18 Nov 2026, 09:51 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિદ્વાન વક્તા અને ઈન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર પૂ.ડો.જ્ઞાનવત્સલ સ્વામીની અમરેલીના આંગણે જાહેર સત્સંગ સભા

બી.એ.પી.એસ. સંસ્થાના પ્રખર વકતા સંત પૂ.ડો.જ્ઞાનવત્સલ સ્વામીની ઉપસ્થિતિમાં *તા.૨૨ નવેમ્બર, ૨૦૨૬ને રવિવારના રોજ રાત્રે ૮:૩૦થી શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ વિદ્યાસભા, લાઠી રોડ, અમરેલી* ખાતે *"પરિવારઃ સંસ્કારથી વૈશ્વિકતા સુધી"* વિષય ઉપર વિશેષ પ્રેરણાદાયી સભાનું આયોજન કરવામાં આવેલ છે. પૂ.જ્ઞાનવત્સલ સ્વામીએ છેલ્લા ત્રણ દાયકાથી ભારત સહિત અમેરીકા, યુકે, યુરોપ, કેનેડા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા જેવા ૪૦ થી વધુ દેશોમાં ૧૫,૦૦૦થી વધુ જીવન ઘડતરના વિવિધ વિષયો ઉપર પ્રેરણાદાયી વકતવ્યો આપ્યા છે. તેઓની પ્રભાવક શૈલી અને જીવન ઘડતરના પાઠ ભણાવવા માટે વિશ્વના અનેક દેશોમાં તથા યુનીવર્સીટીઓ દ્વારા તેઓને સન્માનીત કરવામાં આવ્યા છે. ભગવાનશ્રી સ્વામિનારાયણ, ૫.પૂ.પ્રમુખસ્વામી મહારાજ તથા ૫.પૂ. મહંતસ્વામી મહારાજના વિચારોને તેઓ પોતાની જ્ઞાનવાણી દ્વારા દેશ-વિદેશમાં પહોંચાડી રહ્યા છે. યુવાનો માટે તેઓ મોટીવેશનલ ગુરૂ છે તો વડીલો માટે તેમની વાણીમાંથી હુંફની સરવાણી વહે છે.તેઓની સરળ અને સચોટ શૈલી દ્વારા લાખો લોકોને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની પ્રેરણા પ્રાપ્ત થયેલ છે. સોશ્યલ મીડીયાના માઘ્યમથી અબાલ-વૃધ્ધ લાખો લોકો તેઓના ફોલોવર છે અને લાખો લોકોના દિશાદર્શક અને પથદર્શક તેઓ બન્યા છે.

આજે વર્તમાન સમયમાં પરિવારોમાં વધતા તણાવ અને અંતર વચ્ચે તેઓના અમૂલ્ય માર્ગદર્શનથી હજારો પરિવારો તુટતા બચ્યા છે. તેવા જ એક વૈશ્વિક વિષય સાથે અમરેલીના આંગણે જાહેર સત્સંગ સભાનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર અમરેલીના કોઠારી સંત પુ.સાધુચરિતસ્વામીના માર્ગદશન નીચે હરિભકતો દ્વારા અમરેલી શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે જઈને આમંત્રણ પાઠવી રહ્યા છે. અમરેલીના આંગણે આવી રહેલા આવા અમૂલ્ય લાભનું આચમન કરવા માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, અમરેલી દ્વારા અમરેલી શહેર તથા આસપાસના વિસ્તારના નગરજનોને પધારવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.
📲Get App