Local
હિંમતનગરની ઐતિહાસિક વાવની અવગણના: તંત્રની ઉદાસીનતામાં કચરાપેટી અને ઝાડીઓનું જંગલ..
હિંમતનગરમાં આવેલ અહેમદશાહ સમયની પ્રાચીન વાવ તંત્રની ઉદાસીનતાને કારણે કચરાપેટી અને ઝાડીઓમાં ગરકાવ થઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક નાગરિકો અને કોંગ્રેસ ફરિયાદ સેલે ચેતવણી આપી છે..
સાબરકાંઠાના-:
હિંમતનગરમાં આવેલ અહેમદશાહ સમયની (સંવત 1578) પ્રાચીન વાવ,કલેક્ટર ઓફિસની સામે અને જી.બી. આગળ, હાલ કચરાપેટી અને ઝાડીઓમાં ગરકાવ થઈ ગઈ છે, જે તંત્રની ઉદાસીનતાનું સ્પષ્ટ પ્રતીક છે.વાવ પર પથ્થરોમાં કોતરાયેલા ઇતિહાસ અને શિલાલેખો હોવા છતાં, સાબરકાંઠા જિલ્લા તંત્ર અને હિંમતનગર નગરપાલિકાની જવાબદારી નિષ્ફળ રહી છે અને આસપાસ ગંદકી અને કચરાનું સામ્રાજ્ય ફેલાયેલું છે..
જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર્તા કુમાર એમ. ભાટ, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ ફરિયાદ સેલના સભ્યએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે જો તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં નહીં લેવાય તો પ્રદર્શન અને ઉગ્ર રજૂઆતો થશે.આ ઐતિહાસિક વારસાને બચાવવા માટે તાત્કાલિક સફાઈ અને પુનઃઉદ્ધારની જરૂર છે અને સત્તાધીશોને આ મામલે ગંભીર પગલાં લેવા વિનંતી કરવામાં આવે છે.