International
ઈલોન મસ્કની સ્પેસએક્સની ઐતિહાસિક સિદ્ધિ, અંતરિક્ષમાંથી પરત આવેલા 'સ્ટારશિપ'ને હવામાં 'કેચ' કર્યો
Watch on:
📘 Facebook
અમેરિકન ઉદ્યોગપતિ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સે (SpaceX) અંતરિક્ષ ક્ષેત્રે મોટો ઇતિહાસ રચ્યો છે. કંપનીનું 'શિપ 42' નામનું સ્ટારશિપ સ્પેસક્રાફ્ટ અંતરિક્ષમાં આશરે 22 કલાક વિતાવીને અને પૃથ્વીના 14 ચક્કર લગાવીને હેમખેમ પૃથ્વી પર પરત ફર્યું છે.ટેક્સાસ સ્થિત સ્પેસએક્સના લૉન્ચ સેન્ટર પર પરત ફરતી વખતે લૉન્ચ ટાવર પર લગાડવામાં આવેલી 'ચોપસ્ટિક્સ' નામની બે વિશાળકાય સ્ટેન્ડએ આ સ્પેસક્રાફ્ટને હવામાં જ સહીસલામત પકડી લીધું હતું. અંતરિક્ષથી પરત ફરેલા સ્ટારશિપને આ પ્રકારે હવામાં પકડવામાં સફળતા મળી હોય તેવી આ પહેલી જ ઘટના છે.
આ મિશન દરમિયાન સ્પેસક્રાફ્ટે 275 કિલોમીટરની ઊંચાઈએ પહોંચીને 26 નવા સ્ટારલિંક સેટેલાઇટ સફળતાપૂર્વક અંતરિક્ષમાં સ્થાપિત કર્યા હતા. જોકે, રોકેટના પહેલા ભાગ એટલે કે 'બૂસ્ટર'ને આ જ રીતે પકડવામાં એન્જિનની ખામીના કારણે સફળતા મળી શકી ન હતી અને તે મેક્સિકોના અખાતમાં જઈ પડ્યું હતું. આમ છતાં, સ્ટારશિપની આ સુરક્ષિત વાપસીથી ભવિષ્યમાં અંતરિક્ષ યાત્રાનો ખર્ચ ઘટાડવામાં મોટી મદદ મળશે.