Local
અમદાવાદ: ચોમાસામાં જળબંબાકાર બાદ તંત્ર સફાળું જાગ્યું, રિવરફ્રન્ટની લાઇન સાફ કરવા ₹10.46 કરોડ ખર્ચાશે
અમદાવાદમાં ચોમાસા દરમિયાન અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં અને નાગરિકોની મિલકતોને નુકસાન પહોંચ્યા બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટની ઇન્ટરસેપ્ટર લાઇનની સફાઈ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પૂર્વ તરફની 11.50 કિમી લાંબી ઇન્ટરસેપ્ટર લાઇનમાં જમા થયેલો કાંપ દૂર કરવા માટે ₹10.46 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ કામગીરી માટે દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. વોટર કમિટીના ચેરમેનના જણાવ્યા મુજબ, આગામી ચોમાસા પહેલાં આ લાઇનની સફાઈ પૂર્ણ કરીને તેને સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત કરવામાં આવશે.શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારે ઇન્ટરસેપ્ટર લાઇન બનાવવામાં આવી હતી. અગાઉ શહેરના વિવિધ વિસ્તારોના નાળાં સીધા સાબરમતી નદીમાં ખુલતા હતા. જો કે, શહેરના વિસ્તરણ અને વિકાસની સાથે આ નાળાં મારફતે ગટરનુ પ્રદૂષિત પાણી પણ નદીમાં પહોંચતુ હોવાની સમસ્યા ઊભી થઈ હતી. તેના ઉકેલરૂપે રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં નદીના બંને કિનારે ડ્રેનેજ લાઇન અને RCC ડક્ટ નાખીને નાળાંને તેની સાથે જોડવામાં આવ્યા હતા.
રિવરફ્રન્ટની લાઇન સાફ કરવા ₹10.46 કરોડ ખર્ચાશે
રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ કિનારે 900થી 2200 મિમી વ્યાસની ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે. આ વ્યવસ્થા મારફતે ગટરનું પાણી ટ્રીટમેન્ટ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે છે. પૂર્વ વિસ્તારની ઇન્ટરસેપ્ટર લાઇનમાં આવતુ ગટરનુ પાણી પીરાણા સ્થિત 106 MLD ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઈ જવામાં આવે છે અને ટ્રીટમેન્ટ બાદ નદીમાં છોડવામાં આવે છે.
હવે આ વ્યવસ્થાની પૂર્વ તરફની લાઇનની સફાઈ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. શાહીબાગ ડફનાળાથી આંબેડકર બ્રિજ સુધી ફેલાયેલી 11.50 કિમી લાંબી લાઇનમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ઝોનના અનેક વોર્ડનાં ડ્રેનેજ કનેક્શન જોડાયેલાં છે. લાઇનમાં જમા થયેલા કાંપ અને અન્ય અવરોધોને દૂર કરવા માટે ડિસિલ્ટીંગ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.