🔥 TRENDING દાહોદ ફતેપુરા તાલુકામાં ઝાલોદ રોડ માર્... जैतहरी पुलिस की बड़ी कार्रवाई: ग्राम च... मुरबाड तालुक्याचा ४९ वा 'श्रीक्षेत्र आ... मंडावरी पुलिस की कार्रवाई, अवैध 12 बोर... ग्राम पंचायत बासला में धान खरीदी केंद्... വിദ്യാർത്ഥി ഷോക്കേറ്റ് മരിച്ച സംഭവം
16 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

જૂનાગઢમાં આયુષ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન: ૧,૧૦૨ નાગરિકોએ મેળવ્યા આરોગ્યલક્ષી લાભો

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 16 Nov 2026, 05:42 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢના દોલતપરા ખાતે આયુષ પદ્ધતિથી સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં ૧,૧૦૨ જેટલા લાભાર્થીઓને વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.

જૂનાગઢના દોલતપરા સ્થિત શ્રી રોકડિયા હનુમાન મંદિર, જીઆઈડીસી-૧ ખાતે સર્વરોગ આયુષ નિદાન-સારવાર કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. નિયામકશ્રી, આયુષ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, જૂનાગઢ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ સરકારશ્રીની આયુષ સેવાઓને જનજન સુધી પહોંચાડવાનો હતો.

આ કેમ્પમાં દોલતપરા અને ખામધ્રોળ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ ઔદ્યોગિક વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કેમ્પ દરમિયાન કુલ ૧૮૨ નાગરિકોએ આયુષ નિદાન અને સારવારનો સીધો લાભ લીધો હતો, જ્યારે ૩૨૦ નાગરિકોને સ્વાસ્થ્ય અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, કેમ્પમાં આરોગ્યલક્ષી સેવાઓનું વ્યાપક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦૦ લાભાર્થીઓને અમૃતપેય ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અન્ય ૩૦૦ લાભાર્થીઓને રોગપ્રતિકારક ઔષધિઓ પૂરી પાડવામાં આવી હતી. આમ, વિવિધ સેવાઓ દ્વારા કુલ ૧,૧૦૨ નાગરિકોને આરોગ્યલક્ષી લાભો પ્રાપ્ત થયા હતા.

આ પ્રસંગે ડૉ. પ્રણવ ત્રિવેદી, ડૉ. નરેન્દ્ર કરંગીયા, ડૉ. હેતલબેન વાઘેલા અને ડૉ. શૈલેષ પંડ્યા સહિતના નિષ્ણાત તબીબો ઉપસ્થિત રહ્યા હતા. આ તબીબો દ્વારા નાગરિકોનું નિદાન કરી તેમને યોગ્ય સારવાર અને આરોગ્ય જાળવણી માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
📲Get App