🔥 TRENDING White House Considers Removing Trump A... BJP Eyes Larger Pie Share in Likely Pu... 'ન્યાય જોઈતો હોય તો સરકારે આપેલું વળતર... NHAI: Flyovers for accident-prone Danu... Man stabbed to death in Ghaziabad; pol... ਜਾਲੰਧਰ-ਪਠਾਨਕੋਟ ਟੈਂਡਾ ਜੀਟੀ ਰੋਡ ਤੇ ਹਾਈਵੇ...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
International

ઉગ્ર બોલાચાલી, બૂમાબૂમ... ઈરાન મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહૂ બાખડ્યા હોવાનો દાવો, ફોન કોલ લીક

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 13 Nov 2026, 07:43 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સંકેતો મળી રહ્યા છે, જેણે સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે. દરેક મોરચે એકબીજાના મજબૂત સમર્થક ગણાતા અમેરિકા અને ઈઝરાયલના ટોચના નેતાઓ વચ્ચે તિરાડ પડી હોવાના અહેવાલો સામે આવ્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે થયેલી એક ફોન વાતચીતની વિગતો લીક થઈ છે, જેમાં બંને નેતાઓ વચ્ચે ઈરાન મુદ્દે ભારે બબાલ થઈ હોવાનો દાવો કરાયો છે. જોકે, નેતન્યાહૂના કાર્યાલયે આ અહેવાલોને સદંતર ફગાવી દીધા છે.ફોન કોલ પર ઉગ્ર દલીલો અને નેતન્યાહૂ કાર્યાલયનો રદિયો

ઈઝરાયલી મીડિયા 'વાયનેટ'ના અહેવાલ મુજબ, ગયા અઠવાડિયે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. ઈરાન સામેની આગામી રણનીતિને લઈને બંને નેતાઓ વચ્ચે એટલી ઉગ્ર દલીલો અને બૂમાબૂમ થઈ હતી કે સૂત્રોએ તેને 'શાઉટિંગ મેચ ફ્રોમ હેલ' ગણાવી હતી. નેતન્યાહૂના સતત દબાણથી ટ્રમ્પ નારાજ હતા, જ્યારે નેતન્યાહૂ પોતાની વાત પર અડગ રહ્યા હતા. બીજી તરફ, ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે આ સમાચારને 'સંપૂર્ણ બકવાસ' ગણાવીને નકારી કાઢ્યા છે, પરંતુ આ લીક થયેલી વિગતોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી દીધો છે.

ઈરાન મુદ્દે બંને દેશોની અલગ-અલગ રણનીતિ

આ વિવાદ પાછળનું મુખ્ય કારણ ઈરાન પ્રત્યે બંને નેતાઓનો વિરોધાભાસી અભિગમ હોવાનું માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ હવે સાવચેતીપૂર્વક આગળ વધવા માંગે છે અને ઈરાન સાથેના વિવાદને ઉકેલવા માટે રાજદ્વારી વાતચીતને વધુ એક તક આપવાના પક્ષમાં છે. તેનાથી વિપરીત, બેન્જામિન નેતન્યાહૂ કોઈ પણ પ્રકારના સમાધાન માટે તૈયાર નથી અને તેઓ ઈરાન પર ફરીથી આક્રમક લશ્કરી હુમલા કરીને ત્યાંની સત્તાને જડમૂળથી ઉખેડી નાખવાની માંગ કરી રહ્યા છે.

ઈઝરાયલી સંસદમાં નેતન્યાહૂનો આક્રમક અંદાજ

નેતન્યાહૂના આકરા વલણની ઝલક 10 નવેમ્બરના રોજ ઈઝરાયલની 26મી સંસદના શપથ ગ્રહણ સમારોહમાં પણ જોવા મળી હતી. તેમણે જાહેર મંચ પરથી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, અસ્તિત્વ પરના આ ખતરાને કાયમ માટે ખતમ કરવા માટે ઈરાનની વર્તમાન સત્તાનું પરિવર્તન જ એકમાત્ર વિકલ્પ છે. તેમણે એવી આશંકા પણ વ્યક્ત કરી હતી કે આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ થનારી કોઈ પણ પરમાણુ સમજૂતી ઈરાનના શાસકોને ફરીથી શક્તિશાળી બનવાની તક આપી શકે છે. આ સંકટનો સામનો કરવા માટે તેમણે દેશમાં 'રાષ્ટ્રીય એકતા સરકાર' રચવાની પણ અપીલ કરી હતી.
📲Get App