🔥 TRENDING 113 Foreign Delegates Denied Entry Ahe... India Steps In as Mediator Between Rus... Modi Says Diesel Hike Limited to Rs 7,... Karan Johar Criticises Actors for Inte... Around 4,000 Sacked Covid Workers to P... ભારતની મદદનો વિરોધ! શ્રીલંકામાં બૌદ્ધ...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
International

ટ્રમ્પ સરકારે 23 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, એક જ વર્ષમાં 4.83 લાખ ગેરકાયદે પ્રવાસીઓને ડિપોર્ટ કર્યા

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 13 Nov 2026, 07:41 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ ગેરકાયદેસર પ્રવાસીઓ સામેની કાર્યવાહીએ છેલ્લા 23 વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ (DHS) દ્વારા જારી કરાયેલા તાજેતરમાં આંકડા મુજબ, ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ (ICE) એ નાણાકીય વર્ષ 2026 દરમિયાન 4,83,200 ગેરકાયદે પ્રવાસીઓની ધરપકડ કરીને તેમને દેશમાંથી ડિપોર્ટ (હકાલપટ્ટી) કર્યા છે.વર્ષ 2014માં પૂર્વ પ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન 4,05,090 લોકોને ડિપોર્ટ કરાયા હતા, ત્યારપછીનો આ સૌથી મોટો આંકડો છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધુ 11 લાખ ડિપોર્ટેશન વર્ષ 1954માં પ્રમુખ ડ્વાઇટ ડી. આઇઝનહોવરના શાસનકાળમાં નોંધાયા હતા.

આંકડાકીય સરખામણી કરીએ તો, નાણાકીય વર્ષ 2026માં થયેલી આ કાર્યવાહી અગાઉના વર્ષ 2025ના 4,42,640ના આંકડા કરતાં 9 ટકા વધુ છે. જ્યારે જો બાઇડેનના શાસનના અંતિમ વર્ષ 2024માં થયેલા 2,71,480 ડિપોર્ટેશનની તુલનાએ તેમાં 78 ટકાનો મોટો ઉછાળો નોંધાયો છે.

હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી માર્કવેન મુલિને જણાવ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પના કડક નેતૃત્વને કારણે ICEને ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓ સામે કાર્યવાહી કરવા માટે ખુલ્લો દોર આપવામાં આવ્યો છે. જોકે, ડિપોર્ટ કરાયેલા લોકોમાંથી કેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. 'ડિપોર્ટેશન ડેટા પ્રોજેક્ટ'ના રિપોર્ટ અનુસાર, જુલાઈ મહિનામાં બહાર કઢાયેલા લોકોમાંથી માત્ર ચોથા ભાગના જ ગુનેગારો હતા, જ્યારે અડધાથી વધુ લોકો પર કોઈ આરોપ પણ નહોતો.

બીજી તરફ, આ આક્રમક અભિયાનના ભારે સામાજિક અને રાજકીય પ્રત્યાઘાતો પણ જોવા મળ્યા છે. મિનિયાપોલિસમાં 2,000થી વધુ ફેડરલ અધિકારીઓની તેનાતી દરમિયાન થયેલી હિંસક અશાંતિમાં બે અમેરિકg નાગરિકો - રેની ગુડ (37) અને એલેક્સ પ્રિટી (37) ના મોત નિપજ્યા હતા.

ખેતરો અને ફેક્ટરીઓમાં કામ કરતા જૂના પ્રવાસીઓની અચાનક કરાયેલી ધરપકડોથી ગ્રામીણ વિસ્તારોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. આ જ અસંતોષના પરિણામે તાજેતરમાં યોજાયેલી મિડટર્મ ચૂંટણીઓમાં પરંપરાગત રિપબ્લિકન મતદારોએ પણ ડેમોક્રેટ્સની તરફણ કરી હતી, જેના કારણે સંસદમાં ડેમોક્રેટિક પાર્ટીને મોટી જીત મળી છે.
📲Get App