🔥 TRENDING સાબરકાંઠા જિલ્લામાં ટ્રાફિક જવાનોને દિ... Bharatiya Janata Party bjp monitor Mor... धनतेरस के अवसर पर सपोटरा के बाजारों मे... मनरेगा में फर्जी हाजिरी का बड़ा खेल! स... J&K Health Department Issues Postings... Jammu & Kashmir Bank Plans to Open 40...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

ગાય દોહીને રાજ્યપાલે આપ્યો મોટો સંદેશ: રાસાયણિક ખાતર છોડો, પ્રાકૃતિક ખેતી જ ભવિષ્ય બચાવશે

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 06 Nov 2026, 08:58 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધરતી બંજર બને છે, હવે તો જાગો!

નમસ્કાર મિત્રો, મહીસાગરના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે.

આજે એક એવા સમાચાર લઈને આવ્યો છું, જે દરેક ખેડૂત અને દરેક પરિવાર સાથે જોડાયેલો છે. વાત છે આપણી ધરતીની, આપણા સ્વાસ્થ્યની અને આપણી ભાવિ પેઢીની.

મહીસાગર જિલ્લાની મુલાકાત દરમિયાન ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બાલાસિનોર તાલુકાના કરણપુર ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી દિનેશભાઈ મનોહરભાઈ પટેલના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી.

ફાર્મ પર પહોંચતા જ રાજ્યપાલશ્રીએ સૌપ્રથમ સ્વયં ગાય દોહી હતી. અને ત્યાં ઉપસ્થિત ખેડૂતોને એક જ સંદેશ આપ્યો, દેશી ગાયનું પાલન કરો, ગાય આધારિત ખેતી અપનાવો. ત્યારબાદ તેમણે ખેતરમાં જાતે હળ ચલાવીને જમીન અને પાકની પરિસ્થિતિ પણ નિહાળી હતી.

ખેડૂતો સાથે સંવાદ કરતા રાજ્યપાલશ્રીએ ખૂબ જ મહત્વની વાત કહી. તેમણે કહ્યું કે, જમીનમાં જ્યાં સુધી ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધશે નહીં, ત્યાં સુધી ઉત્પાદન કે ગુણવત્તામાં ક્યારેય વધારો થઈ શકે નહીં.

યુરિયા, ડીએપી જેવા રાસાયણિક ખાતરો અને જંતુનાશકોથી જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટે છે અને ધરતી માતા ધીમે ધીમે બંજર બનતી જાય છે. રાસાયણિક ખેતીથી બનતો ઝેરી આહાર આજે કેન્સર, હાર્ટ એટેક અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોનું કારણ બની રહ્યો છે. અને આમાંથી બચવાનો એકમાત્ર ઉપાય છે, પ્રાકૃતિક ખેતી.

રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું કે, ગાય અને ખેતી એકબીજાના પૂરક છે. ગાયના ગોબર અને ગોમૂત્રમાંથી બનતા જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃત જમીનને ફરી જીવંત કરે છે. તેમણે ખેડૂતોને સેક્સ સોર્ટેડ સીમન જેવી આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી દેશી ગાયોની ઓલાદ સુધારવા અને દૂધ થકી નિયમિત આવક મેળવવા પણ આહ્વાન કર્યું હતું.

તેમણે અધિકારીઓને પણ સ્પષ્ટ સૂચના આપી કે, ક્લસ્ટર અને માસ્ટર ટ્રેનર્સ માત્ર કાગળ પર ન રહે, પણ સીધા ખેડૂતના ખેતર સુધી પહોંચે. મોડેલ ફાર્મની મુલાકાત કરાવીને વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા મિશન મોડમાં કામ કરવું પડશે.

આ પ્રસંગે બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક અને આત્મા પ્રોજેક્ટની ટીમ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

તો મિત્રો, તમને શું લાગે છે, શું પ્રાકૃતિક ખેતી જ આપણી ધરતી અને સ્વાસ્થ્યને બચાવી શકશે? તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર જણાવજો. અને આ વિડીયો દરેક ખેડૂત મિત્ર સુધી પહોંચાડવા શેર કરવાનું ભૂલશો નહીં.

ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જય જવાન, જય કિસાન.
📲Get App