🔥 TRENDING ಬೆಂಗಳೂರು ಸಂಚಾರ ಪೊಲೀಸರು ಅತಿವೇಗ ಮತ್ತು ಮದ... The Times of India Releases Official T... News18 Marathi Reports on Nanded Finan... अंबाह के बीचा‑बीचा रोड पर सब्जी के ठेल... Vijay Wadettiwar Criticizes Maharashtr... Former Police Officer Arrested in Conn...
02 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

એકતાનગરમાં ભારત પર્વ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી, મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે લીધી મુલાકાત

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 02 Nov 2026, 02:40 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ અને ‘શક્તિ ઓફ ભારત’ની થીમ પર એકતાનગર ખાતે યોજાયેલા ‘ભારત પર્વ-૨૦૨૬’ની રાજ્યકક્ષાના ઉદ્યોગ, રમતગમત અને પ્રવાસન મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વિવિધ રાજ્યોની હસ્તકલા, હેન્ડલૂમ, પરંપરાગત વાનગીઓ અને સાંસ્કૃતિક વિરાસતનું નિદર્શન કર્યું હતું.
મંત્રીશ્રીએ એકતા પ્રકાશોત્સવના ઇન્ડોર વિભાગમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતના ચારેય ઝોનની સાંસ્કૃતિક ઝાંખીઓ નિહાળી હતી. જેમાં રામમંદિર, હિમાલય, આસામનું બિહુ, ગુજરાતના ગરબા, રાણી કી વાવ, કચ્છી હસ્તકલા, મીનાક્ષી મંદિર અને હમ્પી સહિતની વિશેષતાઓને આકર્ષક પ્રકાશ રચનાઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી.
આઉટડોર વિભાગમાં ‘ભારત-સોને કી ચીડિયા’, ‘સમય કા ચક્ર’, યોગ, દીપ સુરંગ, પ્રકાશિત પુષ્પો અને વિવિધ શિલ્પો સહિત ૧૧ જેટલા આકર્ષક વિભાગો તૈયાર કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આવા આયોજનો સ્થાનિક કારીગરો અને કલાકારોને પ્રોત્સાહન આપવા સાથે આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવે છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં પણ આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ યોગદાન આપશે.
📲Get App