🔥 TRENDING સુરતના કામરેજમાં વલણ ગામની ઓમ ટેક્સટાઇ... સુરતમાં દિવાળી પહેલા કામરેજના છેડછા ગા... સુરતમાં કામરેજમાં પીકઅપ વાહનના રિવર્સમ... સુરત જિલ્લાના કડોદરા GIDC માં રીક્ષા ચ... भोपाल में नवंबर के अंतिम सप्ताह में रा... સુરતના વરેલીમાં હિંદુ જાગો, હિંદુસ્તાન...
02 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હેપ્પી લેડી ક્લબ પોરબંદર દ્વારા પોલીસ અધિક્ષક તથા અધિકારીઓ નુ સમ્માન કરવામાં આવ્યું

✍️ Reporter: Husain dhoki 🗓 02 Nov 2026, 08:59 PM 👁 19
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હેપ્પી લેડી ક્લબ પોરબંદર દ્વારા પોલીસ અધિક્ષક તેમજ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું

માં આધ્યા શક્તિ ના આશીર્વાદ પામવા માટે નવરાત્રીના પાવન પર્વ દરમિયાન પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ખૂબ જ સરસ આયોજન અને કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી, જેથી માતા-બહેનો અને દીકરીઓ નિર્ભય બનીને ગરબાની મજા માણી હતી જે પોરબંદર પોલીસ ને આભારી છે પોલીસની આ રાત દિવસની નોંધનીય અને પ્રશંસનીય કામગીરીને બિરદાવી હેપ્પી લેડી ક્લબ પોરબંદર ધન્યતા ની લાગણી અનુભવે છે

પોરબંદર પોલીસ જિલ્લા વડા ભગીરથસિંહ જાડેજા સાહેબ નું SP સર ની ઓફિસે જઈને બહેનો દ્વારા સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવેલ તેમજ શહેર ડીવાયએસપી ઋતુ રાબા નું પણ તેમની ઓફિસ માં સન્માન પત્ર અર્પણ કરી નારીશક્તિ ને વંદન કરેલ હતું તેમજ એસ જી સોલંકી સાહેબ (PI કમલાબાગ) તથા આર,જે, રામ પી આઈ મહિલા પોલીસ સ્ટેશન નું સન્માન પત્ર આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમજ પોરબંદર પોલીસની શી ટીમના કાર્ય ને પણ અભિનંદન પાઠવ્યા હતા

હેપ્પી લેડી ક્લબની તમામ બહેનોએ જણાવ્યું હતું કે જ્યાં નારીનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા આ ઉક્તિને પોલીસે સાર્થક કરી છે

આ તકે હેપ્પી લેડી ક્લબ અત્યંત હર્ષ અને ગર્વની લાગણી અનુભવે છે અને પોલીસ સદા આમ જ નારીશક્તિની રક્ષા કરતી રહે તેવી શુભેચ્છા પાઠવે છે

હેપ્પી લેડી કલબ ના સ્થાપક હિતેષભાઈ કારિયા ના માર્ગદર્શન હેઠળ નિધિ શાહ મોઢવાડીયા, કૃપા કારિયા, મીનાક્ષી ગજ્જર, તેજલ મારૂ, નમ્રતા સામાણી, કિરણ ઠાકવાણી એ
પોરબંદર જિલ્લા પોલીસને અબજો સલામ સાથે વંદન પ્રણામ કર્યા
📲Get App