🔥 ट्रेंडिंग સાણંદમાં પિતાને 10 વર્ષના દીકરાની હત્ય... थाना ललौली में कोर्रा‑कनक मोड़ पर अज्ञ... 30 अक्टूबर को किसानों का धरना, 31 अक्ट... देवास के खातेगांव तहसील में ट्रक दुर्घ... पीएम मोदी ने घोषित की ₹426 करोड़ की पर... पूर्व भारतीय राजघराने अपना इतिहास उपयो...
02 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

એસીબીની સફળ ટ્રેપ

✍️ रिपोर्टर: ખાંટ મનુભાઈ 🗓 02 नव. 2026, 03:16 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*એ.સી.બી.ની સફળ ટ્રેપ*

*ફરીયાદી* : એક જાગૃત નાગરીક

*આરોપી* : આરોપી નં.(૧) વિપુલકુમાર જંયતકુમાર જોશી, ઉ.વ.૫૬, હોદ્દો- સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ-૩, વોર્ડ નં.૩૭(એ), પીપલોદ અઠવા ઝોન, સુરત મહાનગરપાલિકા, સુરત

આરોપી નં.(૨) શૈલેષભાઇ કીશનભાઇ સોલંકી, ઉ.વ.૩૭, હોદ્દો- સફાઇ કામદાર
વર્ગ-૪, વોર્ડ નં.૩૭(એ), પીપલોદ અઠવા ઝોન, સુરત મહાનગરપાલિકા, સુરત

*ગુનો બન્યા* : તા.૦૨/૧૧/૨૦૨૬

*લાંચની માંગણીની રકમ* : રૂપિયા ૧૧,૦૦૦/-

*લાંચ સ્વીકારેલ રકમ*: રૂપિયા ૧૧,૦૦૦/-

*લાંચની રીકવર કરેલ રકમ* : રૂપિયા ૧૧,૦૦૦/-

*બનાવનુ સ્થળ*: વોર્ડ નં. ૩૭(એ), પીપલોદ આરોગ્યની કચેરી, અઠવા ઝોન, સુરત મહાનગરપાલિકા, સુરત

*ગુનાની ટુંક વિગત* : આ કામના ફરીયાદીએ ફટાકડાના વેચાણ માટે લાયસન્સ મેળવવા માટે વોર્ડ નં. ૩૭(એ), પીપલોદ આરોગ્યની કચેરી, અઠવા ઝોન ખાતે અરજી કરેલ. જે ફટાકડા વેચાણ માટે લાયસન્સ આપવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે ફરીયાદી પાસે આરોપીઓએ રૂપિયા ૧૧,૦૦૦/- ની માંગણી કરેલ. જે લાંચની માંગણીની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય તેઓએ એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપેલ.
જે ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરેલ. તે લાંચના છટકા દરમ્યાન આરોપી નં.૧ નાઓના કહેવાથી આરોપી નં.૨ નાઓએ ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂપિયા ૧૧,૦૦૦/- સ્વીકારી, બન્ને આરોપીઓ પકડાઇ જઇ ગુનો કરેલ છે..

*ટ્રેપીંગ અધિકારી* શ્રી એસ.ડી.ધોબી, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે., સુરત તથા ટીમ
📲Get App