🔥 TRENDING देवास के खातेगांव में थाना प्रभारी दिल... परंपरेला आधुनिकतेची जोड देत सहकार क्षे... સાબરકાંઠા પોલીસ દ્વારા હિંમતનગરમાં કોપ... Bollywood Director Sanjay Gupta Dies a... DAIS Mumbai: Inside the school with 12... Ajay Devgn Debuts as Army Officer in '...
02 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પરિસરમાં રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા સઘન સફાઈ ઝુંબેશ જોડાયા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 02 Nov 2026, 08:53 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પરિસરમાં રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા સઘન સફાઈ ઝુંબેશ જોડાયા

રાજ્યમંત્રીશ્રી અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ હોસ્પિટલ પરિસરમાં શ્રમદાન કરીને હોસ્પિટલની મુલાકાત લઈ વ્યવસ્થાઓ નિહાળી


અમરેલી, તા. ૧ નવેમ્બર
સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમરેલી સ્થિત સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પરિસર ખાતે એક સઘન સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સફાઈ ઝુંબેશમાં રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ સ્વયં ઉપસ્થિત રહીને શ્રમદાન કર્યું હતું અને હોસ્પિટલ પરિસરમાં જાતે સફાઈ કરીને નાગરિકોને સ્વચ્છતાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. આ તકે રાજ્યમંત્રીશ્રી સહિતના તમામ મહાનુભાવોએ સરકારી આયુર્વેદિક હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી અને દર્દીઓને અપાતી આરોગ્ય સેવાઓ તેમજ સંસ્થાની સામાન્ય વ્યવસ્થાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતુ.

હોસ્પિટલ પરિસરને સંપૂર્ણપણે સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવાના હેતુથી યોજાયેલી આ ઝુંબેશ દરમિયાન વ્યાપક સ્તરે સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલના બહારના પટાંગણમાંથી કચરો, પ્લાસ્ટિક, સૂકા પાંદડા દૂર કરવામાં આવી હતી. અમરેલી નગરપાલિકાના સફાઈ કર્મીઓ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.

આ લોકભાગીદારી અને વહીવટી તંત્રના સમન્વય સમાન પ્રેરક કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા સહિતના સ્થાનિક હોદ્દેદારો, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી (ઇન્ચાર્જ) શ્રી કે.જે. જાડેજા તથા જિલ્લા આંકડા અધિકારી શ્રી ગોહિલ સહિતના જિલ્લાના ઉચ્ચ વહીવટી અધિકારીશ્રીઓ અને હોસ્પિટલના તબીબી સ્ટાફે પણ ઉત્સાહભેર શ્રમદાન કર્યું હતું.
📲Get App