🔥 TRENDING पटना सिटी के मंगल तालाब में चौथी जिला... PET परीक्षा संपन्न Awantipora Police arrests Drug peddler दिल्ली के रामलीला मैदान में राहुल गांध... वाराणसी में सारनाथ पुलिस ने जापानी महि... दारू थाना क्षेत्र के मेढकुरी गाँव में...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે પાટણ ખાતે જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શેઠ શ્રી પોપટલાલ ભીખાચંદ પાટણ જનતા કેન્સર હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

✍️ Reporter: Atul Thakor 🗓 01 Nov 2026, 08:16 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે પાટણ ખાતે જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શેઠ શ્રી પોપટલાલ ભીખાચંદ પાટણ જનતા કેન્સર હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ઉદઘાટન બાદ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ ઉપલબ્ધ અદ્યતન સારવાર સુવિધાઓની જાણકારી મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલના નિર્માણમાં યોગદાન આપનાર દાતાઓ અને ટ્રસ્ટીશ્રીઓની સેવાભાવનાને બિરદાવતાં જણાવ્યું હતું, હવે પાટણ અને આસપાસના વિસ્તારના નાગરિકોને કેન્સરની ઉત્તમ સારવાર ઘરઆંગણે જ મળી રહેશે.

મુખ્યમંત્રીશ્રીએ બદલાતી જીવનશૈલી અને તેનાથી થતા રોગો પ્રત્યે ચિંતા વ્યક્ત કરવાની સાથોસાથ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં 'નશા મુક્ત ભારત' અને હોલિસ્ટિક હેલ્થકેરના આપેલ વિચારને અપનાવીને સંતુલિત જીવનશૈલી, દૈનિક યોગ અને આહાર-વિહાર સુધારીને રોગોથી દૂર રહેવા પ્રેરણા આપી હતી.
📲Get App