🔥 ट्रेंडिंग दिल्ली में रैली पूर्व संध्या पर सांसद... ఓటు హక్కు వినియోగించుకున్న నందమూరి బాల... बुजुर्ग बस ने भुवनेश्वर में 2 महिलाओं... चेरनलूर हादसे में पीड़ित परिवार चुनेगा... એકતા આપણને એક રાષ્ટ્ર્રના રૂપમાં આગળ વ... दिल्ली पुलिस ने संगठित अपराध गिरोह को...
01 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીમાં જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે દેશભક્તિના માહોલમાં ‘રન ફોર યુનિટી’ માર્ચ યોજાઈ

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 01 नव. 2026, 09:22 AM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીમાં જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે દેશભક્તિના માહોલમાં ‘રન ફોર યુનિટી’ માર્ચ યોજાઈ

‘રન ફોર યુનિટી’ માર્ચને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના મહાનુભાવો

રાષ્ટ્રીય એકતાના રંગે રંગાયું અમરેલી: ‘એકતા’ દોડમાં પદાધિકારીઓ, અધિકારીઓ, પોલીસ જવાનો અને બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા


અમરેલી તા. ૩૧ ઓક્ટોબર
અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી તેમજ 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ગરિમાપૂર્ણ ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંદેશ સાથે ‘રન ફોર યુનિટી’ માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

અમરેલી સ્થિત ફોરવર્ડ સર્કલ (સેન્ટર પોઈન્ટ) ખાતેથી કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ આ ‘એકતા’ દોડને લીલી ઝંડી આપીને ઉત્સાહભેર પ્રસ્થાન કરાવ્યું હતું. આ માર્ચ ફોરવર્ડ સર્કલથી પ્રારંભ થઈ નાગનાથ મહાદેવ મંદિર, રાજકમલ ચોક, ટાવર રોડ થઈને પુનઃ ફોરવર્ડ સર્કલ ખાતે દેશભક્તિના નારાઓ સાથે સંપન્ન થઈ હતી.

આધુનિક ભારતના ઇતિહાસમાં લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન અદ્વિતીય અને સદાકાળ અવિસ્મરણીય રહેશે. આઝાદીના સમયે જટિલ પરિસ્થિતિઓ વચ્ચે દેશના ૫૬૨ જેટલા દેશી રજવાડાઓનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કરાવીને તેમણે અખંડ ભારતના ભવ્ય રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. તેમની અજોડ કુનેહ, પ્રખર રાષ્ટ્રભક્તિ અને વહીવટી દીર્ઘદ્રષ્ટિને કારણે જ આજે ભારત એક સૂત્રે બંધાયેલું અને મજબૂત રાષ્ટ્ર બની શક્યું છે. તેમનું જીવન અને કાર્યો સમગ્ર દેશને હંમેશા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવી રાખવાની સતત પ્રેરણા આપતા રહે છે.

દેશપ્રેમના આ અનેરા મહોત્સવ સમાન ‘રન ફોર યુનિટી’ માર્ચમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધિકારીઓ અને નાગરિકોએ સામુહિક રીતે રાષ્ટ્રપ્રેમ અને એકતાના શપથ લીધા હતા. આ ‘એકતા’ દોડમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, ઇફકો ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી પણ જોડાયા હતા.

રન ફોર યુનિટી માર્ચમાં અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા, જિલ્લાના અગ્રણી શ્રી અતુલભાઈ કાનાણી, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણી શ્રી ભાવનાબેન ગોંડલીયા સહિતના પદાધિકારીઓ અને રાજકીય-સામાજિક અગ્રણીઓ,હોદ્દેદારો ઉપરાંત જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.જે.જાડેજા અને જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ, અમરેલી પોલીસના જાંબાઝ જવાનો, ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલના ઊર્જાવાન રમતવીરો, સરકારી કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી નાગરિકો અને ભાઈ-બહેનોએ ‘રન ફોર યુનિટી’ માર્ચમાં સહભાગી થઈ સમગ્ર અમરેલી શહેરને રાષ્ટ્રભક્તિના રંગે રંગી દીધું હતું.
📲Get App