🔥 TRENDING Congress Protest at Ramleela Ground Ac... LockBit Ransomware Hits Bhopal Police... Cyclone Arnab Floods Seoni, Madhya Pra... Bhopal to Host Grand Chhath Mahaprav f... Three Friends Killed in High‑Speed Tro... उपमुख्यमंत्री शुक्ल ने राष्ट्रीय स्वास...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ રેલવે તંત્રની ઘોર બેદરકારી? રેલવે ફાટક ખુલ્લો રહી જતાં ટ્રેન પસાર થતાં મોટી દુર્ઘટના ટળી

✍️ Reporter: Gilani Asikali 🗓 01 Nov 2026, 03:36 PM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ રેલવે સ્ટેશન મિલ રોડ ફૂલવાડી ફાટક પાસેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રેલવે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા.વિરમગામ રેલવે સ્ટેશન નજીક રેલવે ફાટક ખુલ્લો હોવા છતાં ટ્રેન પસાર થતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાને લઈને રેલવે તંત્રની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
વાયરલ વીડિયોમાં રેલવે ફાટક ખુલ્લો હોવા દરમિયાન ટ્રેન પસાર થતી જોવા મળે છે. આ સમયે રસ્તા પર વાહનચાલકો અને રાહદારીઓની અવરજવર પણ જોવા મળે છે. જો કોઈ વાહન ટ્રેનની અડફેટે આવ્યું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.રેલવે ફાટક બંધ કરવાની જવાબદારી કોની હતી? ફાટક ખુલ્લો રહેવા પાછળનું કારણ શું હતું? શું રેલવે તંત્ર દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવશે? તેવા સવાલો હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.આવી ગંભીર બેદરકારી સામે રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે રેલવે ફાટકની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત છે. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App