🔥 TRENDING दिल्ली में रैली पूर्व संध्या पर सांसद... ఓటు హక్కు వినియోగించుకున్న నందమూరి బాల... Speeding Bus Kills 2 Women, Injures Se... Chennithala: Victim's family to pick s... એકતા આપણને એક રાષ્ટ્ર્રના રૂપમાં આગળ વ... Delhi Police bust organised crime synd...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીના બાબાપુર, ફતેપુર અને મોટા ભંડારીયા મુકામે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતાં રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 01 Nov 2026, 09:12 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીના બાબાપુર, ફતેપુર અને મોટા ભંડારીયા મુકામે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતાં રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

બાબાપુર મુકામે રૂ. ૧.૯૫ કરોડના ખર્ચે સુવિધાપથ બનતાં ગ્રામજનોની સુવિધામાં વધારો

મોટા ભંડારીયા મુકામે રૂ. ૭ લાખના ખર્ચે સી.સી.રોડના વિકાસકામનું લોકાર્પણ, ફતેપુર મુકામે રૂ. ૭ લાખના ખર્ચે સી.સી.રોડ બનશે

સમગ્ર અમરેલી વિસ્તારમાં શહેરી સાથે ગ્રામ્ય રોડ-રસ્તાના વિકાસકાર્યો સતત શરૂ
રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા


અમરેલી તા. ૩૧ ઓક્ટોબર
રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકાના બાબાપુર, ફતેપુર અને મોટા ભંડારીયા મુકામે ગ્રામીણ જનજીવનને વધુ સુવિધાજનક બનાવવાના હેતુથી વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા. ઉલ્લેખનીય છે કે, બાબાપુર મુકામે આયોજિત કાર્યક્રમમાં સતાધારના પૂ. મહંત શ્રી વિજય બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ વિકાસ યાત્રા અંતર્ગત બાબાપુર મુકામે ગ્રામજનોની વર્ષો જૂની માંગણી સંતોષાતા રૂ. ૧.૯૫ કરોડના માતબર ખર્ચે નવનિર્મિત સુવિધાપથ (રોડ) નું રાજ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આધુનિક સુવિધાપથ સાકાર થવાથી ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓનો કાયમી અંત આવશે. સુવિધાપથની ભેટ મળતાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા હર્ષની લાગણી વ્યક્ત કરી સરકારશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

બાબાપુર મુકામે ગ્રામજનોને સંબોધતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે, વર્તમાન સરકાર છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે. સમગ્ર અમરેલી વિસ્તારમાં શહેરી વિસ્તારોની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ રોડ-રસ્તાના કનેક્ટિવિટીના અદ્યતન વિકાસકાર્યો સતત વેગવંતી ગતિએ આગળ ધપી રહ્યા છે, જેનાથી સ્થાનિક પરિવહન ક્ષમતામાં મોટો સુધારો જોવા મળશે.

મોટા ભંડારીયા મુકામે ગ્રામજનોની આંતરિક સુવિધામાં વધારો કરતા રૂ. ૭ લાખના ખર્ચે નવનિર્મિત સી.સી.રોડના વિકાસકામનું રાજ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે ફતેપુર મુકામે પણ આંતરિક રસ્તાઓને મજબૂત કરવા માટે રૂ. ૭ લાખના અંદાજિત ખર્ચે તૈયાર થનારા સી.સી.રોડ સહિતના વિકાસકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ફતેપુર, મોટા ભંડારીયા અને બાબાપુર મુકામે વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે તાલુકા પંચાયત હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ, સરપંચશ્રી, ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App