🔥 TRENDING ड्राइवर एसोसिएशन ऑफ़ बिहार ने अपने उद्... टोंक की निवाई में 18 लाख की स्पेक के स... नवादा में छठ महापर्व की तैयारियों में... ਦਲਜੀਤ ਸਿੰਘ ਦੇ ਸਸਕਾਰ ਨੂੰ ਲੈ ਕੇ ਕਸੂਤੇ ਬਣ... रायबरेली में यातायात माह 2026 का शुभार... नमो नमो क्रांति फाउंडेशन में दिव्यांश...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દેડિયાપાડા ખાતે વિશ્વ હિન્દુ પરિષદની પ્રખંડ બેઠક યોજાઈ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 01 Nov 2026, 06:44 PM 👁 66
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દેડિયાપાડા સ્થિત જાનકી આશ્રમ ખાતે આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રખંડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદની દેડિયાપાડા પ્રખંડ ટીમની જાહેરાત કરવામાં આવી હતી.
બેઠકમાં વિભાગમાંથી ઉપસ્થિત ચાર જિલ્લાના હોદ્દેદારોમાં ધર્મપ્રસાર પ્રમુખ અજીતસિંહ રાઠોડ, જિલ્લા મંત્રી જયદીપસિંહ ચાવડા, જિલ્લા સત્સંગ પ્રમુખ મીરાભાઈ વસાવા, જિલ્લા મંદિર એવમ્ અર્ચક પ્રમુખ પરેશભાઈ પંડ્યા, જિલ્લા ધર્મપ્રસાર પ્રમુખ શાંતિલાલભાઈ વસાવા તેમજ સોનજીભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંગઠનના આગામી કાર્યક્રમો, હિતચિંતક અભિયાન તેમજ સંગઠનના કાર્યને વધુ સુવ્યવસ્થિત બનાવવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સાથે જ આગામી સમયમાં સંગઠનની પ્રવૃત્તિઓને વધુ વેગવાન બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
📲Get App