🔥 TRENDING Zee ಕನ್ನಡ हिंदू जागरण मंच ने माननीय हरिपाल सिंह... Zee ಕನ್ನಡ उमंग उत्साह के साथ कटनी में मनाया गया... अंकित जायसवाल को हार्डा जिले के नए एसप... कटक बड़मबड्डी के रॉक्सी होटल से करीबन...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પોસ્ટ વિભાગની સેવામાં ખામી બદલ ગ્રાહક અદાલતનો ઐતિહાસિક ચુકાદો

✍️ Reporter: Gilani Asikali 🗓 01 Nov 2026, 03:41 PM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માજી સાંસદ રામજીભાઈ માવાણીને રૂ. 5 લાખ 6% વ્યાજ સાથે ચૂકવવા આદેશ પોસ્ટ વિભાગની સેવામાં ખામી બદલ રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા માજી સાંસદ સભ્ય શ્રી રામજીભાઈ માવાણીને રૂ. 5 લાખ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે.
ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે અગ્રણી અને માજી સાંસદ સભ્ય શ્રી રામજીભાઈ માવાણીને તમિલનાડુની સંસ્થા ગ્લોબલ ઇકોનોમિક્સ પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ એસોસિએશન દ્વારા ભારત રત્ન મધર ટેરેસા ગોલ્ડ મેડલ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે સંસ્થા દ્વારા તારીખ 17 જૂન 2024ના રોજ એવોર્ડની સંમતિ મેળવવા પોસ્ટ વિભાગ મારફતે પત્ર મોકલવામાં આવ્યો હતો.
પરંતુ પોસ્ટ વિભાગ દ્વારા પત્રની ડિલિવરી કરવામાં 34 દિવસનો વિલંબ કરવામાં આવ્યો હતો. જેના કારણે શ્રી રામજીભાઈ માવાણી સમયસર સંમતિપત્ર મોકલી શક્યા ન હતા અને ગોલ્ડ મેડલ તથા એવોર્ડ અર્પણ સમારોહમાં હાજરી આપી શક્યા ન હતા. પરિણામે તેમને ગોલ્ડ મેડલ અને ટ્રોફીથી વંચિત રહેવું પડ્યું હતું.આ મામલે શ્રી રામજીભાઈ માવાણીએ પોસ્ટ વિભાગની સેવામાં ખામી બદલ રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ફરિયાદ દાખલ કરી હતી.આ ફરિયાદની સુનાવણી દરમિયાન આયોગના પ્રમુખ વિદ્વાન ન્યાયમૂર્તિ શ્રી પી. સી. રાવલ તથા સભ્યશ્રી એમ. એસ. ભટ્ટ દ્વારા તા. 30 ઓક્ટોબર 2026ના રોજ ચુકાદો આપવામાં આવ્યો હતો.ચુકાદામાં પોસ્ટ વિભાગને શ્રી રામજીભાઈ માવાણીને રૂ. 5 લાખ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા તેમજ ફરિયાદના ખર્ચ પેટે રૂ. 10,000 ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.વિદ્વાન ન્યાયમૂર્તિ શ્રી પી. સી. રાવલ સાહેબે ચુકાદામાં પોસ્ટ વિભાગની સેવામાં થયેલી ખામી અંગે ગંભીર નોંધ લીધી છે. પોસ્ટ વિભાગ દ્વારા ટપાલ વિતરણમાં કરવામાં આવતી ઢીલ સામે આ ચુકાદો લાલબત્તી સમાન છે.
આ ચુકાદાથી ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે ન્યાયની સ્થાપના થઈ છે અને પોસ્ટ વિભાગની કામગીરી સામે જવાબદારી નક્કી થઈ છે. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App