🔥 TRENDING સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં સ્વદેશ... ಚುನಾವಣಾ ನಿಯಮಗಳನ್ನು ಉಲ್ಲಂಘನೆ: ಜಿಲ್ಲಾಧಿಕ... 31 अक्टूबर 2026, शनिवार का दैनिक राशिफ... एम्स पटना में विश्व स्ट्रोक दिवस स्पार... Pune Flat: Woman Who Secretly Returned... Love Always Now Streaming in Canada on...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

કવાંટ તાલુકાના મોટાવાટા ગામે આકસ્મિક આગમાં બે મકાન મળી જતા સંપૂર્ણ ઘરવખરી બળી ગઈ લાખોનું નુકસાન

✍️ Reporter: Panchal Bhaveshkumar 🗓 31 Oct 2026, 09:33 AM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કવાંટ તાલુકાના મોટાવાટા ગામે અકસ્મિક આગ લાગી

મોટા વાટા ગામે બે મકાનો બળીને ખાખ, 20 લાખ થી વધુ નુકસાન, પરિવારો નોંધારા*



કવાંટ તાલુકાના મોટા વાટા ગામે આગનો ભયાનક બનાવ બન્યો હતો. ગામમાં એક સાથે બે કાચા-પાકા મકાનોમાં આગ લાગતા બંને મકાનો સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બંને પરિવારોએ જીવનભરની મૂડી ગુમાવી દીધી છે.

મોટા વાટા ગામના રહેણાંક વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બે મકાનોને લપેટમાં લીધા હતા. ઘરમાં રહેલી ઘરવખરી, અનાજ, કપડાં, રોકડ રકમ અને દાગીના સહિતનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો છે. પ્રાથમિક અંદાજ મુજબ બંને પરિવારોને મળીને અંદાજે *20 લાખ રૂપિયાથી વધુનું નુકસાન* થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. શોર્ટ સર્કિટ કે ચૂલાના અંગારાથી આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને પાણી નાખીને આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ બધું બળીને ખાખ થઈ ચૂક્યું હતું.

આ બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અસરગ્રસ્ત પરિવારો હાલ ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે. તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે કરીને અસરગ્રસ્તોને સહાય ચૂકવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
📲Get App