🔥 TRENDING Passenger’s Take‑Off Selfie Captured B... Dipke Says He Was Hurt but Still Admir... Gold and Silver Prices in Bangalore on... अररिया में बाल विवाह मुक्त ग्राम पंचाय... IMD Releases Latest Weather Forecast f... Bihar Weather Dept Issues Rain, Thunde...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં સ્વદેશી મેળાનું આયોજન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 31 Oct 2026, 11:23 AM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર નગરપાલિકા અને ગુજરાત અર્બન લિવલિહુડ મિશન (GULM) દ્વારા સ્વદેશી જાગરણ મંચ સાથે મળીને સ્થાનિક કારીગરો અને નાના વ્યવસાયકારોને પ્રોત્સાહિત કરવા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું..

સાબરકાંઠાના-:
હિંમતનગર નગરપાલિકા અને ગુજરાત અર્બન લિવલિહુડ મિશન (GULM) દ્વારા સ્વદેશી જાગરણ મંચ સાથે મળીને સ્થાનિક કારીગરો,સ્વસહાય જૂથો અને નાના વ્યવસાયકારોને પ્રોત્સાહન આપવા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું.આ મેળા અંતર્ગત સ્વદેશી ઉત્પાદનો,હસ્તકલા અને સ્થાનિક ચીજવસ્તુઓના વેચાણ માટે એક ઉત્તમ મંચ ઉપલબ્ધ બનશે,જેના દ્વારા સ્થાનિક રોજગારીને વેગ મળશે અને આત્મનિર્ભર ભારત અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન મળશે..

મેળામાં ભાગ લેનાર કારીગરો અને વેપારીઓને તેમની હસ્તકલા અને ઉત્પાદનો પ્રદર્શિત કરવાની તક મળશે, જે સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.આવવા માટે સૌને વિનંતી છે કે સ્વદેશી વસ્તુઓ અપનાવીને સ્થાનિક કારીગરો અને નાના વેપારીઓને પ્રોત્સાહન આપો અને સ્વદેશીથી સમૃદ્ધિ તરફના અભિયાનમાં સહભાગી બનો.
📲Get App