🔥 TRENDING ବାତ୍ୟା ‘ଅର୍ଣ୍ଣବ’ ଓ ବନ୍ୟା ତାଣ୍ଡବ: ଆନ୍ଧ୍... सहप्रवाशाने बिस्कीट दिल्यानंतर वृद्धाव... सहप्रवाशाने बिस्कीट दिल्यानंतर वृद्धाव... करवा चौथ पर मुरादाबाद की सुहागन महिलाए... टीईटी और डीएलएड के प्रमाणपत्रों का होग... आज का खराब मौसम, बाहर न निकलें
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ તાલુકાના થોરી ગામના રસ્તાઓ બિસ્માર હાલતમાં, તંત્રની કામગીરી સામે ગ્રામજનોમાં રોષ

✍️ Reporter: Gilani Asikali 🗓 30 Oct 2026, 03:13 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના થોરી ગામે નર્મદા કેનાલથી થોરી મુબારક તેમજ થોરી થાણા તથા વાસવા ચોકડી સુધી જતા રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. રસ્તા પર ઠેરઠેર ખાડાઓ પડી જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ રસ્તા પરથી દરરોજ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ અન્ય વાહનચાલકોની અવરજવર રહેતી હોય છે. રસ્તાની ખરાબ હાલતને કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
આ બાબતે તંત્ર દ્વારા વહેલી તકે ધ્યાન આપવામાં આવે અને નર્મદા કેનાલથી થોરી મુબારક તથા થોરી થાણા તથા વાસવા ચોકડી સુધીના રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજનો અને સ્થાનિક પ્રજાની ઉગ્ર માંગ ઉઠી છે.હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા પ્રજાની આ સમસ્યાનો ક્યારે ઉકેલ લાવવામાં આવે છે. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App