🔥 TRENDING नवादा के रजौली प्रखंड के सरकारी विद्या... मुरैना के निरंजन गुर्जर का विश्व आर्म... સાબરકાંઠાની બે દિગ્ગજ સહકારી સંસ્થાઓએ... छत्रपती संभाजीनगरच्या मुग्धा देशमुख या... 2018 જકાર્તા ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ... छत्रपती संभाजीनगरच्या मुग्धा देशमुख या...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

પ્રાંતિજ તાલુકાના બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રક્તદાન કેમ્પ, ૨૬ યુનિટ રક્ત એકત્રિત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 29 Oct 2026, 10:34 PM 👁 36
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકાના બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં સ્વૈચ્છિક રીતે ૨૬ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું..

સાબરકાંઠાના-:
પ્રાંતિજ તાલુકાના બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે માનવસેવા અને લોકભાગીદારીને પ્રોત્સાહિત કરવા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.આ કેમ્પમાં સ્થાનિક નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લઈને કુલ ૨૬ યુનિટ રક્ત એકત્રિત કર્યું.પ્રાંતિજની ગર્વ હોસ્પિટલના તબીબ ડૉકટર ધ્રુમીલભાઈએ પણ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને અન્ય દાતાઓને પ્રેરિત કર્યા..

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, MPHS અને આરોગ્ય કર્મચારી ટીમે કેમ્પની સફળતા માટે સહયોગ આપ્યો.જાયન્ટ્સ હિંમતનગર સહિયર ગ્રુપ દ્વારા દાતાઓને સન્માનિત કરીને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું,જે સ્વૈચ્છિક રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવા અને વધુ નાગરિકોને આ કાર્યમાં જોડાવા માટે પ્રોત્સાહન રૂપ છે.
📲Get App