દિવાળી પર્વ પર ભીલડીના આનંદ પરિવારે અમદાવાદથી કપડાં એકત્ર કરી ધાનેરા મોકલ્યા
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને જરૂરિયાતમંદ| પરિવારોને ખુશી આપવા માટે ધાનેરામાં કપડાં વિતરણનું| આયોજન કરાયું છે. એજ્યુફન ફાઉન્ડેશન આ સેવાકીય કાર્ય કરશે.
ભીલડીના આનંદ પરિવારે અમદાવાદથી કપડાં અને સ્વેટર એકત્ર કર્યા હતા. આ વસ્તુઓ ધાનેરા ખાતે સેવાકીય કાર્યો કરતી સંસ્થા એજ્યુફન ફાઉન્ડેશનને મોકલવામાં આવી છે.
સંસ્થાની સેવાભાવી બહેનો દ્વારા કપડાંની યોગ્ય| ગોઠવણ કરવામાં આવી રહી છે. ત્યારબાદ ધાનેરા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને તેનું વિતરણ કરીને દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવશે.