🔥 TRENDING GRD અને TRB જવાનોને દિવાળી બોનસ માટે હ... अधीक्षण अभियंता दमोह ने हिण्डोरिया पंप... स्काउट-गाइड संगठन सेवा, अनुशासन और विक... शिरोमणि अकाली दल में शामिल हुए पूर्व व... स्वास्थ्य विभाग कार्यालय में चला सफाई... સુરત જેલમાં 26 વર્ષીય કેદીએ પોતાનું જી...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઘોઘંબા તાલુકાની બારીઆ ફળી ગ્રામ પંચાયતમાં સરપંચના સગાઓના નામો ઠરાવ બુકમાં, ગરીબ પ્રજાના નામો ગાયબ

✍️ Reporter: PradipKumar Baria 🗓 26 Oct 2026, 09:08 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઘોઘંબા તાલુકાના બારીઆ ફળી ગ્રામ પંચાયતમાં સરકારી ઠરાવ બુકમાં સરપંચના તેમજ સભ્યો ના સગાઓનાં નામો ઠરાવ બૂક જોવા મળ્યાં, જ્યારે ગરીબ પ્રજાના નામો નોંધાયેલ નથી.

ઘોઘંબા તાલુકાના બારીઆ ફળી ગ્રામ પંચાયતમાં ઠરાવ બુક માં મળતિયા લોકો ના નામ જોવા મળી રહ્યા છે જેમાં તાજેતરની તપાસમાં જાણવા મળ્યું છે કે સરકારી ઠરાવ બુકમાં મુખ્યત્વે સરપંચના સગાઓનાં અને કેટલાક મળતિયા લોકો ના ઘેર કામો કરતા હોય છે જેઓના નામો નોંધાયેલા છે.

આ નોંધો મુજબ, વિવિધ નિર્ણય અને સહાયની નોંધોમાં સગાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે, જ્યારે ગરીબ પ્રજાના નામો અથવા તેમની અરજીનું કોઈનામ નિશાન મળતું નથી. કેટલાક તો ફળિયામાં કામ જ કરવામાં આવ્યું જ નથી તેમ જણાય આવેલ છે.

સ્થાનિક અધિકારીઓએ આ બાબતમાં કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું નથી, અને તપાસની જરૂરિયાતને લઈને ચર્ચા ચાલી રહી છે.

આ પ્રકારની પ્રથા ગ્રામ પંચાયતની પારદર્શિતાને અસર કરે છે અને નાગરિકોના અધિકારો માટે ચિંતા વ્યક્ત કરે છે. ખરેખર ઠરાવ બુક માં ખૂબ મોટા પાયે મળતિયા લોકો ના કામ થયેલા જોવા મળે છે. ગરીબો કામ માટે હજીજી ધરમ ધક્કા ખાઈ રહ્યાં છે.
સામૂહિક શૌચાલય બનાવવા માં આવ્યા છે જેમાં સરપંચ તેમના કુટુંબ મળતિયા લોકો ના ઘેર કામ કરી રહ્યા છે ખરેખર ગામના ફળિયામાં શૌચાલય બનાવવા માં આવે છે પણ અહીં તો મળતિયા લોકો ના ઘેર જોવા મળી રહ્યા છે કામો. આવા ભ્રષ્ટાચાર ની તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.
📲Get App