🔥 TRENDING राष्ट्रीय मानवाधिकार आयोग सदस्य प्रियं... મેલડી માતા મંદિરમાં પૂર્ણિમા દિવસે હજા... कलेक्टर प्रतिभा पाल ने स्वामित्व योजना... कटनी के किसान जगपति ने 25 डिसमिल से शु... ਬਿਹਾਰ ਦੇ ਗਯਾਜੀ ਤੋਂ ਬੈਂਕਾਕ ਲਈ ਸਿੱਧੀ ਉਡਾ... मुख्यमंत्री डॉ. मोहन यादव उज्जैन में स...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

GRD અને TRB જવાનોને દિવાળી બોનસ માટે હ્યુમન રાઈટ્સ ફેડરેશનની રજૂઆત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 26 Oct 2026, 09:52 PM 👁 14
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા રાજ્યપાલ અને મુખ્ય સચિવ સમક્ષ GRD અને TRB જવાનોને દિવાળી બોનસ મંજૂર કરવાની માંગણી..

હ્યુમન રાઈટ્સ ફેડરેશનના પ્રમુખ મહેન્દ્ર આયલાણી દ્વારા ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ, મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ-ગૃહ વિભાગ, પોલીસ મહાનિર્દેશક અને તમામ મહાનગરોના પોલીસ કમિશનરોને સત્તાવાર પત્ર મોકલવામાં આવ્યો.પત્રમાં જણાવાયું છે કે ગ્રામ રક્ષક દળ અને ટ્રાફિક બ્રિગેડના માનદ જવાનો કાળઝાળ ગરમી, ધોધમાર વરસાદ કે કડકડતી ઠંડીની પરવા કર્યા વગર ગામડાં અને મહાનગરોમાં કાયદો-વ્યવસ્થાની સુરક્ષા માટે સેવા આપે છે..

રાજ્ય સરકાર દ્વારા વર્ગ-૪ ના તમામ સરકારી કર્મચારીઓ અને બોર્ડ-નિગમના સ્ટાફને દિવાળી બોનસ આપવામાં આવે છે,પરંતુ GRD અને TRB જવાનોને આ લાભ મળતો નથી.હ્યુમન રાઈટ્સ ફેડરેશનએ તાકીદે હકારાત્મક નિર્ણય લેવા અપીલ કરી છે અને રાજ્યપાલ અને વહીવટી તંત્રને વિનંતી કરી છે કે આ જવાનોને દિવાળી બોનસ અને એક્સ-ગ્રેશિયા પ્રોત્સાહક સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવી જોઈએ.
📲Get App