🔥 ट्रेंडिंग સુરતમાં ડિંડોલી વિસ્તારમાં ત્રિકોણીય પ... ग्वालियर में SSP धर्मवीर सिंह के बड़े... अमेठी में पूर्वांचल एक्सप्रेसवे के किन... भूमि विवाद में गोली लगने से बिहार महिल... સુરત મહાનગરમાં BJPની 'લોકતંત્ર બચાવો'... मोदी का बाप... बयान पर बिहार सीएम ने क...
25 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

સંજેલી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયું યોગ શિબિર, વિદ્યાર્થીઓએ દર્શાવ્યો ઉત્સાહ

✍️ रिपोर्टर: Pankaj Pandit 🗓 25 अक्टू. 2026, 07:02 PM 👁 21
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલા યોગ શિબિરમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીઓ અને સ્ટાફે ભાગ લીધો હતો. આ શિબિર દ્વારા યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને યોગ ટ્રેનર તરીકે તાલીમ મેળવવાની તૈયારી દર્શાવવાનો ઉદ્દેશ્ય હતો.

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કાવડાના મુવાડા ખાતે આવેલી શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શ્રી શિશપાલજી સાહેબના માર્ગદર્શન અને ઝોન કોઓર્ડીનેટર શ્રીમતી પિન્કીબેનની સલાહ મુજબ યોજાયેલી આ શિબિરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો તથા યોગને ઘર ઘર સુધી પહોંચાડવાનો હતો.

શિબિર દરમિયાન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના આચાર્ય અલ્પાબેન રટોડાનું જિલ્લા યોગ કોઓર્ડીનેટર શ્રી ધુળાભાઈ પારગી દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પ્રોટોકોલ બુક અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સંજેલી તાલુકાના શ્રદ્ધા વિદ્યાલયના આચાર્ય શ્રી દિલીપભાઈ મકવાણા સાહેબ, નિકિતાબેન સેલોત અને કિરણભાઈ દ્વારા સ્ટાફની બહેનોનું પણ યોગ બુક સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ યોગ શિબિરમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મોટી સંખ્યામાં શિક્ષકો, સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યોગના મહત્વ અને તેના નિયમિત અભ્યાસથી થતા શારીરિક અને માનસિક લાભો અંગે જાગૃતિ કેળવવાના હેતુથી યોજાયેલી આ શિબિરનો સારો પ્રતિસાદ મળ્યો હતો. શિબિરથી પ્રેરાઈને અનેક ભાઈ-બહેનોએ યોગ ટ્રેનરની તાલીમ મેળવીને યોગના પ્રચાર-પ્રસાર સાથે જોડાવાની તૈયારી પણ દર્શાવી હતી.

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના આચાર્ય મેડમ અલ્પાબેન રટોડાએ યોગ શિબિરના આયોજન બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર તથા ચેરમેન આદરણીય યોગસેવક શ્રી શીશપાલજી સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો. યોગ બોર્ડનો સંદેશ છે કે યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવીને સ્વસ્થ અને નીરોગી સમાજના નિર્માણમાં સહભાગી બનીએ. 'કરો યોગ, રહો નિરોગ' અને 'યોગ ભગાવે રોગ'ના સૂત્રને સાકાર કરવા માટે ઘર ઘર પહેં યોગ શીખવાઈને યોગને કર્મશું કૌશલમ્ બનાવવા અનુરોધ કર્યો હતો.
📲Get App